Video: બોલિવૂડ એક્ટર Varun Dhawan સેમિફાઈનલ મેચ બાદ ભીડ પર ભડક્યો!
Varun Dhawan Angry With Fans IND vs ENG Semifinal : મુંબઈના વાનખડે ક્રિકેટ સ્ટેડિયમમાં 5 માર્ચ, 2026ના રોજ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ઈન્ડિયાની ઐતિહાસિક જીત મેળવી છે. સ્ટેડિયમમાં અનેક બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા હતા. જેમાં વરુણ ધવન, અનિલ કપૂર, રણવીર કપૂર, આલિયા ભટ્ટ સહિત ઘણાં સેલિબ્રિટી ટીમ ઈન્ડિયાને ચિયર-અપ કરવા પહોંચ્યા હતા. સેમિફાઈનલ મેચ બાદ ભીડ પર વરુણ ધવન ભડક્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, વરુણે ગુસ્સામાં ફેન્સનો ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.
શું વરુણે ફેન્સ સાથે ગેરવર્તન કર્યું?
મેચ પછી બધા સ્ટાર્સ ખૂબ ખુશ દેખાતા હતા. જો કે, વરુણ ધવન સાથે જોડાયેલી એક ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં સ્ટેડિયમથી વરુણ પોતાની કાર તરફ ચાલવા લાગ્યો ત્યારે, તે ફેન્સથી ઘેરાઈ ગયો હતો. ફેન્સ વરુણ સાથે ફોટો લેવા માંગતા હતા. આ દરમિયાન એક ફેન્સે વરુણ સાથે ફોટો પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ વરુણ અચાનક ગુસ્સે થઈ ગયો અને તેના હાથમાંથી ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોએ કરી વરુણની ટીકા
આ દરમિયાન વરુણનો ચહેરો ઘણો ગંભીર દેખાતો હતો. જો કે, આ ઘટના પહેલા વરુણે સ્ટેડિયમની બહાર કેટલાક ફેન્સનો દિવસ બનાવી દીધો હતો. તેમણે તેમની સાથે સેલ્ફી લીધી હતી અને તેમને ભેટો આપી હતી. જો કે, આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ વરુણના વર્તનની સખત નિંદા કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે, અભિનેતાએ જાહેર સ્થળે આવું ન કરવું જોઈતું હતું. અન્ય લોકો કહી રહ્યા છે કે, વરુણ ઘમંડી બની ગયો છે.
વરુણ ધવનની છેલ્લી ફિલ્મ 'બોર્ડર 2' બોક્સ ઓફિસ પર સક્સેસફૂલ રહી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 450 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વરુણ હવે તેના પિતા ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બની રહેલી કોમેડી ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'માં દેખાશે. આ ફિલ્મ 4 જૂનથી સિનેમાઘરમાં જોવા મળશે. આ ફિલ્મ સાથે વરુણની સાથે મૃણાલ ઠાકુર, પૂજા હેગડે અને મોની રોય જેવા સ્ટાર્સનો સામવેશ થયો છે.

