BIGG BoSS: 500 કેમેરા સામે સાંઈ કેતને શિવાંગી ખેડકર માટે કર્યો પ્રેમનો એકરાર, એક્ટ્રેસે કહ્યું અમે તો માત્ર....
હાલમાં સૌથી વધુ ચર્ચિત રિયાલિટી ટીવી શોમાંનો એક એટલે બિગ બોસ ઓટીટી 3. આ શોનો ગ્રાન્ડ ફિનાલે 2 ઓગ

હાલમાં સૌથી વધુ ચર્ચિત રિયાલિટી ટીવી શોમાંનો એક એટલે બિગ બોસ ઓટીટી 3. આ શોનો ગ્રાન્ડ ફિનાલે 2 ઓગસ્ટ 2024ના રોજ થવાનો છે. તે પહેલા ટીવી એક્ટર સાઈ કેતન રાવ બિગ બોસ ઓટીટીમાં છવાયેલો છે. ફેન્સને તેની સાદગી પસંદ છે. બીગબોસ ઓટીટી 3માં વીકેન્ડ કા વાર એપિસોડમાં સાઈ કેતન રાવે તેની કથિત ગર્લફ્રેન્ડ શિવાંગી માટે પોતાની લાગણીઓ શેર કરી છે અને તેની સાથેના તેના લગ્ન વિશે પણ વાત કરી છે.
શિવાંગીએ સાઈના પ્રસ્તાવને ફગાવ્યો
સાઈ કેતન રાવ બિગ બોસ OTT 3 ના ઘરમાં છે, તેની સૌથી સારી મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ શિવાંગી ખેડકર શોની બહાર તેની સૌથી મોટી ચીયરલીડર રહી છે. તે સાઈને સક્રિય પણે સમર્થન આપે છે. તેના ટ્રોલર્સને જવાબ આપીને સખ્તાઈથી લડી પણ લે છે. સાઈએ આ બાબતની પુષ્ટિ કરી હતી કે, તે અને શિવાંગી રિલેશનશિપમાં છે. પરંતુ બાદમાં શિવાંગીએ કંઈક એવું કહ્યું જેનાથી બધા ચોંકી ગયા. શિવાંગીએ કહ્યું કે તે સાઈને પ્રેમ કરે છે, પરંતુ માત્ર એક મિત્ર તરીકે.
શિવાંગી હાલમાં જ સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઈન્ટરવ્યુમાં જોવા મળી હતી. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તે સાઈને પ્રેમ કરે છે. તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, તે સાઈને મિત્રથી વધુ પ્રેમ કરતી નથી. તેણે અને સાઈએ કારકિર્દી એકસાથે શરૂ કરી હતી, તેથી તેમની વચ્ચે એક કનેક્શન છે. પરંતુ બસ એટલું જ અને તેના મનમાં સાંઈ માટે કોઈ રોમેન્ટિક ફિલિંગ્સ નથી.
સાઈએ અનિલ કપૂર સામે ખુલાસો કર્યો હતો
જણાવી દઈએ કે 26 જુલાઈ, 2024ના રોજ અનિલ કપૂરે બિગ બોસ OTT 3 ના વીકેન્ડ કા વાર નો એપિસોડ હોસ્ટ કર્યો હતો. આ દરમિયાન અનિલ કપૂરે સાઈ કેતન રાવને તેના અને શિવાંગીના ગળામાં પહેરેલી રિંગ ચેઈન વિશે પણ ચીડાવ્યો હતો. એ પછી અનિલ કપૂરે સીધા જ સાઈને તેના અને શિવાંગીના સંબંધો વિશે પૂછ્યું ત્યારે અભિનેતા આખરે શિવાંગી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરતા શરમાઈ ગયો.
સાઈના કન્ફર્મેશન પછી બિગ બોસ ઓટીટી3ના પરિવારના તમામ સભ્યો સાઈને શિવાંગી વિશે ચીડવવા લાગ્યા, જેના કારણે તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. એ પછીથી જ્યારે અનિલ કપૂરે સાઈને પૂછ્યું કે શું તેની ગરદનની વીંટી ટૂંક સમયમાં કોઈની આંગળીમાં આવશે, તો તે તેના માટે સહમતિ બતાવી.






