Bigg Boss 18 પ્રીમિયરની તારીખ જાહેર થઈ! આ દિવસથી ટીવી પર આવશે સલમાન ખાનનો શો
અનિલ કપૂર હોસ્ટ કરેલો શો ‘બિગ બોસ ઓટીટી 3’ પૂરો થઈ ગયો છે

અનિલ કપૂર હોસ્ટ કરેલો શો ‘બિગ બોસ ઓટીટી 3’ પૂરો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ અભિનેત્રી સના મકબૂલે આ સિઝનની ટ્રોફી જીતી છે. આ દરમિયાન, ‘બિગ બોસ ઓટીટી 3’ના અંત પછી, ફેન્સ હવે ‘બિગ બોસ 18’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘બિગ બોસ ઓટીટી 3’ દર્શકોને વધારે પસંદ નથી આવ્યું. તેથી આ સિઝનને વધુ એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યું ન હતું. હવે દરેક વ્યક્તિ સલમાન ખાનના હોસ્ટિંગ હેઠળ ‘બિગ બોસ 18’ના પ્રીમિયરની તારીખની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દર્શકો માટે ‘બિગ બોસ 18’થી સંબંધિત સમાચાર લાવ્યા છે.
સમાચાર આવી રહ્યા છે કે, સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ‘બિગ બોસ 18’ 5 ઓક્ટોબરથી Jio સિનેમા પર પ્રીમિયર થશે. તમામ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ શોમાં ભાગ લેવા માટે સ્પર્ધકોની શોધમાં વ્યસ્ત છે. આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થશે અને જિયો સિનેમા પર OTT પર પણ જોવા મળશે. હંમેશની જેમ, આ શો સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે જોવા મળશે અને શનિવાર-રવિવારે 9 વાગ્યે ‘વીકેન્ડ કા વાર’નો એપિસોડ જોવા મળશે.
અહેવાલો અનુસાર, જો ‘બિગ બોસ 18’માં ભાગ લેનારા કેટલાક સ્પર્ધકોના નામ વિશે વાત કરીએ, તો અર્જુન પટેલ, કરણ પટેલ, સમીરા રેડ્ડી, સુરભિ જ્યોતિ, પૂજા શર્મા, શોએબ ઇબ્રાહિમ, દલજીત કૌર, અભિષેક મલ્હાન, દીપિકા આર્ય, ડોલી ચાયવાલા, કૃતિકા મલિક વગેરે. જોકે, ‘બિગ બોસ 18’ના નિર્માતાઓ દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં આવી નથી.






