Kalki 2898 AD / કલ્કીની જોરદાર કમાણી વચ્ચે ફિલ્મના બીજા ભાગ પર આવ્યું એક મોટું અપડેટ
લાંબી રાહ જોયા બાદ આખરે ‘કલ્કી 2898 એડી’ રિલીઝ થઈ. આ ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પ

લાંબી રાહ જોયા બાદ આખરે ‘કલ્કી 2898 એડી’ રિલીઝ થઈ. આ ફિલ્મમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હાસન મહત્ત્વની ભૂમિકામાં છે. 27 જૂનના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘કલ્કી’ને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ અંગે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે ફિલ્મ જોયા બાદ હવે તે તેના આગામી ભાગની રાહ જોઈ રહ્યો છે. હવે તેના બીજા ભાગમાં પણ અપડેટ આવી ગયું છે.
હવે પ્રોડક્શન હાઉસ વૈજયંતિ ફિલ્મસના હેડ અશ્વિની દત્તે ફિલ્મના બીજા ભાગ પર અપડેટ શેર કર્યું છે. સોશિયલ મીડિયા X પર જણાવ્યું કે, 'ફિલ્મનું 60 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે તેણે કહ્યું કે હવે માત્ર કેટલાક મુખ્ય ભાગોનું શૂટિંગ કરવાનું બાકી છે.'
'કલ્કી'નો બીજો ભાગ ક્યારે રિલીઝ થશે?
રિલીઝ ડેટ વિશે અશ્વિની દત્તે કહ્યું કે, 'હજુ સુધી તેની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી નથી.' નાગ અશ્વિનની આ ફિલ્મનો ભારે ક્રેઝ છે. દર્શકોથી લઈને સમીક્ષકો સુધી દરેક આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મને ચારે બાજુથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. હવે તેના બીજા ભાગ પાસેથી દર્શકોની અપેક્ષાઓ અનેક ગણી વધી ગઈ છે. રિલીઝના બે દિવસમાં આ ફિલ્મે રેકોર્ડ તોડ કમાણી કરી લીધી છે.
'કલ્કી'ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફિલ્મની અત્યાર સુધીની કમાણીનો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, બમ્પર ઓપનિંગ બાદ 'કલ્કિ'એ અત્યાર સુધીમાં લગભગ 298 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીકએન્ડ પર તેની કમાણી વધશે. જો ફિલ્મની કમાણી આ જ ગતિએ ચાલુ રહેશે તો તે સરળતાથી 500 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી જશે.






