મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, પાંચમો આરોપી ઝડપાયો

મુંબઈમાં બોલોવૂડ અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા, પાંચમો આરોપી ઝડપાયો

મુંબઈમાં બોલોવૂડ અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસમાં પાંચમા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાંચમા આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેનું નામ મોહમ્મદ ચૌધરી છે. પોલીસનું કહેવું છે કે ચૌધરી અન્ય બે આરોપીઓને મદદ કરતો હતો. તે શૂટર્સ સાગર અને વિકીને પૈસા પૂરા પાડતો હતો અને રેકીમાં પણ પૂરી મદદ કરતો હતો. તેને આજે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન ફાયરિંગ કેસના એક આરોપીએ પોલીસ કસ્ટડીમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

આ સમાચાર શેર કરો