Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : BIG NEWS: Veteran singer Asha Bhosle admitted to hospital, bad news for fans

BIG NEWS: દિગ્ગજ સિંગર આશા ભોંસલે હોસ્પિટલમાં દાખલ, ફેન્સ માટે ખરાબ સમાચાર

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
BIG NEWS: દિગ્ગજ સિંગર આશા ભોંસલે હોસ્પિટલમાં દાખલ, ફેન્સ માટે ખરાબ સમાચાર
સોર્સ : GSTV

ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને તાત્કાલિક મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષીય ગાયિકાની તબિયત અચાનક બગડતા તેમના પરિવારજનો અને ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

App Store

જે માહિતી સામે આવી છે તે પ્રમાણે આશા ભોંસલેને હૃદયરોગનો હુમલો (કાર્ડિઆક અરેસ્ટ) આવ્યો હતો. તેથી તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરોની એક ખાસ ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહી છે.

પ્રાથમિક અહેવાલો મુજબ તેમની સ્થિતિ ગંભીર

તેમને હાલમાં ICUમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પ્રશાસન કે પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કરોડો ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના

હાલ આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેથી દેશ-વિદેશમાં વસતા તેમના કરોડો ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને જાણીતી હસ્તીઓએ પણ આશાજીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સાત દાયકાથી વધુનો સમય ભારતીય સિનેમામાં વિતાવ્યો

આશા ભોંસલેએ સાત દાયકાથી વધુ સમય સુધી ભારતીય સિનેમામાં હજારો ગીતો ગાયા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરવા બદલ નોંધાયેલું છે. ભારત સરકારે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે.