મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

વિવાદોમાં ફંસાઈ કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’, આ કારણે પ્રતિબંધ લગાવવાની થઈ રહી છે માગ

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’નું ટ્

વિવાદોમાં ફંસાઈ કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’, આ કારણે પ્રતિબંધ લગાવવાની થઈ રહી છે માગ

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’નું ટ્રેલર લોન્ચ થયાના થોડા દિવસો બાદ જ ફિલ્મને લઈને મોટો વિવાદ છેડાઈ ગયો છે. મુખ્ય શીખ સંગઠનોએ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી છે. શીખ સમુદાયની સર્વોચ્ચ અસ્થાયી બેઠક અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આ ફિલ્મ પર શીખ વ્યક્તિત્વને ખોટી રીતે રજૂ કરવાનો અને સમુદાયના ઈતિહાસનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે અને ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. જે બાદ હવે ફિલ્મની રિલીઝ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપનાર કંગના રણૌત માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

SGPCએ 'ઈમરજન્સી' પર પ્રતિબંધની માગ કરી

SGPC ચીફ હરજિન્દર સિંહ ધામીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ ફિલ્મમાં જાણીજોઈને શીખોને નકારાત્મક રીતે દર્શાવવામાં આવી રહ્યા છે. તેમણે ફિલ્મ પર શીખોની છબિ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. ખાસ કરીને જરનૈલ સિંહ ભિંડરાનવાલે, જેને સમુદાય શહીદ માને છે.

ફિલ્મ ઈમરજન્સીને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે, આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા છે જે 1975માં જ્યારે ભારતમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી ત્યારે તે સમયની સ્ટોરી કહે છે. કંગના રણૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે અને તેની રાજકીય સફર પણ ફિલ્મમાં બતાવવામાં આવી રહી છે. જોકે, શીખ નેતાઓએ કેટલીક શીખ ભૂમિકાઓ અને ઘટનાઓ પર તેમની નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે.

ફિલ્મ પર પ્રતિબંધની માગણી સાથે SGPCએ કંગના રણૌત સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. ધામીએ અભિનેત્રી વિરુદ્ધ ફિલ્મ દ્વારા ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લગાવીને અધિકારીઓને FIR નોંધવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો