મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘ભૂલ ભૂલૈયા 3’ના ટ્રેલરની નવી રિલીઝ ડેટ એનાઉન્સ, 48 વર્ષ જૂના થિયેટરમાં થશે લોન્ચ

કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'

‘ભૂલ ભૂલૈયા 3’ના ટ્રેલરની નવી રિલીઝ ડેટ એનાઉન્સ, 48 વર્ષ જૂના થિયેટરમાં થશે લોન્ચ

કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ના ટ્રેલરને લઈને અત્યારે ઘણી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના ટ્રેલરની નવી તારીખ એનાઉન્સ કરવામાં આવી છે. આ હોરર-કોમેડી ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 9મી ઓક્ટોબરે જયપુરના 48 વર્ષ જૂના થિયેટરમાં રિલીઝ થશે.

'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર ક્યારે રિલીઝ થશે?

વિદ્યા બાલન અને કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના ટ્રેલરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મનું ટ્રેલર 9 ઓક્ટોબરે જયપુરના પ્રતિષ્ઠિત રાજ મંદિર થિયેટરમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. તેને 'ટેમ્પલ ઑફ સિનેમા' પણ કહેવામાં આવે છે.

જયપુર થિયેટરમાં રિલીઝ થશે 'ભૂલ ભુલૈયા 3'નું ટ્રેલર

ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ મંદિર તેના સુંદર સ્થાપત્ય અને સમૃદ્ધ સિનેમા ઇતિહાસ માટે જાણીતું છે. તે આ ભવ્ય પ્રસંગ માટે યોગ્ય બેકડ્રોપ છે. તેથી આ લોન્ચ માત્ર ટ્રેલર વિશે નથી. આ ફિલ્મના વારસા અને તેના ફેન્સ માટેના પ્રેમની ઉજવણી છે.

ફિલ્મના ટીઝરને મળ્યો હતો ફેન્સનો અઢળક પ્રેમ

'ભૂલ ભુલૈયા 3'ના ટીઝરે પહેલા જ ફેન્સમાં ધમાલ મચાવી દીધી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મના ત્રીજા ભાગનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. જેમાં વિદ્યા બાલન 'મંજુલિકા'ના રોલમાં અને કાર્તિક આર્યન 'રુહ બાબા'ના રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની આ ફિલ્મ દિવાળી દરમિયાન 1 નવેમ્બર 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ સમાચાર શેર કરો