VIDEO: ભણશાલી અને કરીના કપૂર વચ્ચેના મતભેદોનો અંત: 25 વર્ષ પછી બંને સાથે કામ કરવા તૈયાર!
સંજય લીલા ભણશાળી અને કરીના કપૂર હવે તેમનો અઢી દાયકા જુનો ઝઘડો ભૂલી જઇ સાથે કામ કરે તેવા સંજોગો નિર્માણ થઇ રહ્યા છે. સંજય લીલા ભણશાળીએ કરીનાને તેમની ધનુષ સાથેની આગામી ફિલ્મ ઓફર કરી હોવાનુ કહેવાય છે.
2000ના દાયકામાં ભણશાળીએ તેની ભવ્ય ફિલ્મ 'દેવદાસ' માટે તે સમયે નવીસવી કરીનાનો સ્ક્રિન ટેસ્ટ લીધો હતો. પણ કરીના કપૂરની ભૂમિકા આખરે ઐશ્વર્યા રાયને ફાળે ગઇ હતી. જેને કારણે યુવાન કરીનાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવું લાગ્યું હતું. આથી તેણે ક્યારેય સંજય લીલા ભણશાળી સાથે કામ નહીં કરવાનું નક્કી કરી લીધું હતું.
હવે બંને અઢી દાયકા જૂના મતભેદો વિસારે પાડીને ફરી કામ કરે છે કે કેમ તેના પર સૌની નજર છે.
ભણશાળીની ધનુષ સાથેની આગામી ફિલ્મમાં હાથી કેન્દ્ર સ્થાને છે અને તે જંગલમાં આકાર લેતી પૌરાણિક કથા છે. 'હીરો' અને 'સરદાર' જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર તમિલ ફિલ્મ નિર્દેશક પી.એસ. મિથરન આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે.
હાલ ફિલ્મ લખાઇ રહી છે અને જાન્યુઆરી ૨૦૨૭માં તેનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે.

