Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Government's new effort to stop black marketing and tagging of fertilizers in the state, two officers appointed specially

VIDEO: રાજ્યમાં ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા સરકારનો નવો પ્રયાસ, બે અધિકારીઓની કરી વિશેષ નિમણૂક

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા ટોપ ડીલર્સની પણ વિગતવાર તપાસ કરી શકશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે.

App Store