VIDEO: આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સોર્સ : gstv
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે. તટીય વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. હાલ માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.

