Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In the Vastral firecracker factory blast case, cases were registered against the managers

VIDEO: વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં સંચાલકો સામે ગુનાઓ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કોઈપણ પ્રકારની મંજૂરી કે પાસ-પરમિટ વિના ચાલતી ફેક્ટરીમાં માત્ર આર્થિક લાભ માટે મજૂરોના જીવ જોખમમાં મૂકાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. દુર્ઘટનામાં 9થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રામોલ પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડીયા, તેની માતા રમીલાબેન ડોડીયા અને ભાગીદાર સાદીક સૈયદ સામે વિવિધ કલમો તેમજ વિસ્ફોટક પદાર્થ સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. ત્રણ આરોપીઓની અટકાયત કરીને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

App Store