Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shah Rukh Khan is the most influential and powerful celebrity of the country

VIDEO: શાહરુખ ખાન દેશનો સૌથી પ્રભાવશાળી અને પાવરફુલ સેલિબ્રિટી

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને વર્ષ 2025માં ભારત ક્ષેત્રે સૌથી પ્રભાવશાળી અને પાવરફુલ સેલિબ્રિટીનો તાજ પોતાના નામે કર્યો છે. ક્રોસ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, શાહરુખ ખાનની બ્રાન્ડ વેલ્યુમાં ગયા વર્ષની સરખામણીએ 22 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે, જેના કારણે તેની કુલ બ્રાન્ડ વેલ્યુ 177.9 મિલિયન ડોલર એટલે કે  અંદાજે  1 હજાર 565 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં તે આ યાદીમાં ત્રીજા ક્રમે હતો. અહેવાલ મુજબ  વર્ષ 2025માં ભારતની ટોપ 25 સેલિબ્રિટીઝની એકંદર બ્રાન્ડ વેલ્યુ 2 બિલિયન ડોલકર એટલે કે અંદાજે  17 હજાર 590 અંદાજવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 3.7 ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સમંથા રુથ પ્રભુ, જાહ્નવી કપૂર અને શ્રદ્ધા કપૂર જેવી નવી મહિલા કલાકારોનું નીચા વેલ્યુએશન બેન્ડમાં પ્રવેશવું છે. આ ઉપરાંત, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં થયેલા ધોવાણને કારણે પણ આ આંકડો નીચો આવ્યો છે.

App Store