Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : This actress compared Shahrukh and Amitabh

Chitralok : આ અભિનેત્રી કરી શાહરુખ અને અમિતાભની સરખામણી

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : આ અભિનેત્રી કરી શાહરુખ અને અમિતાભની સરખામણી
સોર્સ : GSTV

- 'અમિતજી અને શાહરૂખ બંને સ્પોટ બોય, લાઇટિંગ અને ટ્રોલી મેન  વગેરે સાથે બેસતા.  એમને તાળી આપીને વાતો  કરતા.  તેમના પરિવાર, સમસ્યા, ઇચ્છા  વગેરે  બાબતોમાં રસ લેતા.' 

App Store

હિન્દી ફિલ્મ જગતનાં અભિનેતાઓ નાં  અને અભિનેત્રીઓનાં વાણી -વ્યવહાર વિશે અવારનવાર અખબારી અહેવાલો પ્રસિદ્ધ  થતા હોય છે.   બીજીબાજુ આ જ બોલીવુડમાં કેટલાંક કલાકારોનાં વાણી, વર્તન, શિસ્ત, સમયપાલન વગેરેની ભરપૂર પ્રશંસા પણ થાય છે. આવા કલાકારોનાં સાથી કલાકારો 

હમણાં પ્રીતિ ઝંંગિયાનીએ બોલિવુડના બીગ બી અને શાહરૂખ ખાનનાં વાણી-વર્તન, સરળતાનાં ભારોભાર વખાણ કર્યાં છે. પ્રીતિ ઝંંગિયાની એટલે યશ રાજની સુપરહીટ ફિલ્મ 'મોહબ્બતેં' (૨૦૦૦) ની અભિનેત્રી. 


મુંબઇમાં જ   જન્મેલી અને ઉછરેલી પ્રીતિ   તેનાં મોહબ્બતેં ફિલ્મના શૂટિંગ દરમિયાનનાં મજેદાર સંસ્મરણો મમળાવતાં કહે  છે, મોહબ્બતેં  ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર અમિતજી અને શાહરૂખ ખાન અમારા સહુ સાથે હળીમળીને રહેતા. તેમનાં વાણી-વર્તનમાં  તેમનું મોટાપણું કે   લોકપ્રિયતા જરાય દેખાતાં નહોતાં. હું તો પહેલી જ વખત હિન્દી ફિલ્મમાં કામ કરતી હોવા છતાં બંનેએ   મને   ભરપૂર સાથ-સહકાર અને પ્રોત્સાહન આપ્યાં હતાં.  મારા સહિત કીમ શર્મા અને શમિતા શેટ્ટીને કોઇ જ તબક્કે એવો ખચકાટ થયો નહોતો કે અમે   બોલીવુડના મહાન  અમિતાભ બચ્ચન અને ઘણા સિનિયર શાહરૂખ ખાન સાથે કામ કરીએ છીએ. અમારે તેમની સાથે વાતચીત કરવામાં અંતર રાખવું જોઇએ એવો જરા સરખો અહેસાસ થયો નહોતો. ખરું કહું તો અમિતજી   અમારી સાથે બેસીને ગામ ગપાટા મારતા, જોક્સ કહેતા, અમારા જીવન અને વિચારો વિશે જાણતા.  અમને  ભરપૂર પ્રોત્સાહન  અને પ્રેરણા આપતા. શાહરૂખ ખાન પણ બહુ જ સરળ અને નમ્ર રહેતા. વળી, સેટ પર બધાં કલાકારો સાથે એક જ સરખો વ્યવહાર  થતો. એટલે કે અમિતાભ બચ્ચન, શાહ રૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન વગેરે માટે વિશેષ સુવિધા નહોતી રહેતી. ઘણી વખત તો  અમિતજી અને શાહરૂખ ખાન બંને જમીન પર બેસીને સ્પોટ બોય, લાઇટિંગ અને ટ્રોલી મેન  વગેરે સાથે વાતો કરતા.   એકબીજાને તાળી આપીને વાતો   કરતા.  તેમના અંગત જીવન, સમસ્યા, ઇચ્છા  વગેરે   બાબતો   વિશે   જાણતા અને  તેમને જરાય ચિંતા નહીં કરવા આશ્વાસન પણ આપતા.  

ભરપૂર  પ્રસિદ્ધિ, ધન-સંપત્તિ,માન-સન્માન હોવા છતાં   કઇ રીતે નમ્ર , વિવેકી, સરળ રહેવું તે અમિતજી અને શાહરૂખ ખાન  પાસેથી શીખવા મળ્યું  છે.  

 હું  બાળપણથી જ બહુ જ શાંત અને શરમાળ છું. એટલે જ   તો મને મોહબ્બતેં ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતજી અને શાહ  રૂખ ખાન સાથે વાતચીત કરવામાં બહુ જ શરમ આવતી. જોકે મારા આશ્ચર્ય વચ્ચે  અમિતજી અને શાહ રૂખખાન બંને બહુ જ સરળ - સહજ રહેતાં. અમે હિન્દી ફિલ્મ જગતના મોટા સ્ટાર્સ સાથે વાત કરીએ છીએ એવો ખ્યાલ સુદ્ધાં ન આવે. ખરું કહું તો  મને  મોહબ્બતેં ફિલ્મમાં અમિતાભ બચ્ચન જી અને શાહરૂખ ખાન સાથે કામ કરવાની યાદગાર તક મળી તેને હું મારા જીવનનું સદભાગ્ય સમજું  છું.