મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બચ્ચન પરિવારના આ એક સભ્યાના કારણે પિયર જતી રહી છે એશ્વર્યા, બંને વચ્ચે છે 36નો આંકડો!

એશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે.

બચ્ચન પરિવારના આ એક સભ્યાના કારણે પિયર જતી રહી છે એશ્વર્યા, બંને વચ્ચે છે 36નો આંકડો!

એશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ બચ્ચન પરિવાર અને પુત્રવધૂ એશ્વર્યા રાયે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ હાજરી આપી હતી. ત્યારબાદથી અફવા ફેલાઈ હતી કે એશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધો તૂટી ગયા છે. પરંતુ કોણ છે જેના કારણે એશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે અંતર સર્જાયું?

કોના કારણે એશ્વર્યા બચ્ચન પરિવાર સાથે અણબનાવ કર્યો?

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમની દીકરી શ્વેતા બચ્ચનને ખૂબ જ સપોર્ટ કરે છે. બિગ બીએ તેમની એક પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે, તેમની સંપત્તિ તેમના બે બાળકો અભિષેક અને શ્વેતા વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા તેના પતિ નિખિલ નંદાથી અલગ રહે છે અને વર્ષોથી અમિતાભ બચ્ચનના બંગલા જલસામાં રહે છે. રિપોર્ટ્સનું માનીએ તો એશ્વર્યાને તેની નણંદ ઘરમાં રહે તે પસંદ નથી. ગયા વર્ષે અમિતાભ બચ્ચને તેમનો બંગલો પ્રતિક્ષા તેમની દીકરી શ્વેતાના નામે ટ્રાન્સફર કર્યો હતો. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, એશ્વર્યાને આ વાત પસંદ નહોતી આવી જેના કારણે તે બચ્ચન પરિવારથી નારાજ થઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એશ્વર્યા બચ્ચન પરિવારમાંથી અભિષેક બચ્ચન સિવાય અન્ય કોઈની સાથે વાત કરી રહી નથી અને તે તેનું સાસરું છોડીને તેના પિયર જતી રહી છે.

અનંત-રાધિકાના લગ્નમાં એકલી આવી એશ્વર્યા

અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં પણ બચ્ચન પરિવાર અને એશ્વર્યા રાય અલગ-અલગ જોવા મળ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને તેમના દીકરા, દીકરી, જમાઈ અને પૌત્રો સાથે મીડિયા માટે પોઝ આપ્યો હતો, ત્યારે એશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે અલગ દેખાતી હતી. આ પછી ફરીથી એશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવની ચર્ચાઓ આગની જેમ ફેલાઈ ગઈ. છેલ્લા કેટલાક મહિનામાં એશ્વર્યાએ અનેકવાર સંકેત આપ્યા છે કે, તે અભિષેકથી અલગ થઈ ગઈ છે. તે વોટ આપવા માટે પણ એકલી આવી હતી. એશ્વર્યા દીકરી આરાધ્યા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. જોકે, અંબાણીના લગ્નનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિષેક તેની પત્ની એશ્વર્યા અને દીકરી સાથે જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બચ્ચન પરિવારમાં કંઈક સારું નથી ચાલી રહ્યું.

એશ્વર્યા તેની નણંદના કારણે તેના સાસુ અને સસરા સાથે વાત પણ નથી કરતી

એશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેના તમામ મતભેદનું મૂળ કારણ શ્વેતા બચ્ચનને માનવામાં આવે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શ્વેતાના કારણે જ એશ્વર્યાએ તેના સાસુ-સસરા અમિતાભ અને જયા સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. અંબાણીના લગ્નમાં પણ એશ્વર્યાએ તેના સાસુ-સસરા સાથે વાત કરી ન હતી.

ઉલ્લેખનીય છે કે, એશ્વર્યા અને શ્વેતા ઘણીવાર મીડિયા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા, પરંતુ તે દરમિયાન પણ નણંદ-ભાભી વચ્ચે થોડી ખટાશ જોવા મળી હતી. બંને એકબીજાને જોયા બાદ મોંઢા બગાડતી જોવા મળી હતી. તેથી એવું કહી શકાય કે, બચ્ચન પરિવાર અને એશ્વર્યા વચ્ચેના અંતરનું કારણ શ્વેતા બચ્ચન છે. જોકે, આ તમામ મીડિયા રિપોર્ટ્સ છે, પરંતુ સત્ય શું છે તે માત્ર બચ્ચન પરિવાર જ જાણે છે.

આ સમાચાર શેર કરો