મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બાહુબલીનો 'ભલ્લાલદેવ' જાહેરમાં લાગ્યો શાહરૂખ ખાનને પગે, યુઝર્સે કહ્યું- 'જમીન સાથે જોડાયેલ સ્ટાર'

હિન્દી સિનેમાનો ફેમસ એવોર્ડ શો IIFA ફરી એકવાર વાપસી કરવા માટે તૈયાર છે. આ ફિલ

બાહુબલીનો 'ભલ્લાલદેવ' જાહેરમાં લાગ્યો શાહરૂખ ખાનને પગે, યુઝર્સે કહ્યું- 'જમીન સાથે જોડાયેલ સ્ટાર'

હિન્દી સિનેમાનો ફેમસ એવોર્ડ શો IIFA ફરી એકવાર વાપસી કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ એવોર્ડની 24મી સિઝન આ વર્ષે અબુ ધાબીમાં યોજાવાની છે. 10 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં આયોજિત પ્રી-ઈવેન્ટના આધારે IIFA એવોર્ડ્સ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. જેમાં શાહરૂખ ખાન, કરણ જોહર અને સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતી જેવા કલાકારોએ ભાગ લીધો. આ પ્રસંગની એક ખાસ ક્ષણ હાલમાં ચર્ચાનો વિષય બનેલી છે, જ્યારે રાણા જાહેરમાં શાહરૂખના પગે લાગ્યો હતો. ચાલો તેના વીડિયો અને ફોટા પર એક નજર કરીએ.

શાહરૂખ ખાનને પગે લાગ્યો રાણા દગ્ગુબાતી

બાહુબલી ફિલ્મમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ સુપરસ્ટારમાંથી એક છે. IIFA એવોર્ડ્સની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ દરમિયાન, તેણે શાહરૂખ ખાન અને કરણ જોહર સાથે સ્ટેજ શેર કર્યું હતું. આ પ્રસંગની એક લેટેસ્ટ તસવીર વાયરલ થઈ રહી છે જેમાં રાણા દગ્ગુબાતી બધાની સામે શાહરૂખને પગે લાગતો જોવા મળે છે. આ પછી કિંગ ખાને તેને ગળે લગાવ્યો. શાહરૂખ ખાન પ્રત્યે સાઉથ સુપરસ્ટારનું આ સન્માન જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- સાઉથ સિનેમાના ડાઉન ટુ અર્થ સુપરસ્ટાર. આ સિવાય ઘણા યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, આ પ્રસંગના ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સાઉથમાં મોટું છે શાહરૂખનું કદ

સાઉથ સિનેમાના દિગ્દર્શક એટલીની ફિલ્મ ‘જવાન’ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાનનું કદ ઘણું વધી ગયું છે. રાણા દગ્ગુબાતી પહેલા વિજય સેતુપતિ અને પ્રિયા મણિ જેવા કલાકારોએ પણ શાહરૂખના ખૂબ વખાણ કર્યા હતા.

આ સમાચાર શેર કરો