Bad Newz First Day Collection / ઓપનીંગ ડે પર છવાઈ ગઈ 'બેડ ન્યૂઝ', આટલા કરોડનું કલેક્શન કર્યું
વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની 'બેડ ન્યૂઝ' 19 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવી છે. ફિલ્મને ક્રિટીક્સ અને દર્શક

વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની 'બેડ ન્યૂઝ' 19 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવી છે. ફિલ્મને ક્રિટીક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. દર્શકો સ્ટાર કાસ્ટના જોરદાર પ્રદર્શનના વખાણ પણ કરી રહ્યા છે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'બેડ ન્યૂઝ' એક રોમેન્ટિક કોમેડી ડ્રામા છે. દરમિયાન, 'બેડ ન્યૂઝ'નું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. ચાલો જાણીએ કે ઓપનીંગ ડે પર કેટલા કરોડનો બિઝનેસ થયો?
'બેડ ન્યૂઝ'ની પ્રથમ દિવસની કમાણી
'બેડ ન્યૂઝ'એ ઓપનિંગ ડેના કલેક્શન પહેલા જ એડવાન્સ બુકિંગમાં કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે વિકી કૌશલની 'બેડ ન્યૂઝ'ના પહેલા દિવસનો કલેક્શન રિપોર્ટ પણ આવી ગયો છે. જ્યારથી ટ્રેલર અને ગીત 'તૌબા તૌબા' રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'બેડ ન્યૂઝ' એ પહેલા દિવસે 8.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મ વીકએન્ડ પર સારું કલેક્શન કરે તેવું લાગી રહ્યું છે.
વિકી કૌશલ-તૃપ્તિ ડિમરી રોમાન્સ
ફિલ્મ 'બેડ ન્યૂઝ'માં વિકી કૌશલ ઉપરાંત એમી વિર્ક અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં જોવા મળ્યા હતા. નેહા ધૂપિયા અને શીબા ચડ્ડા જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં છે. 'બેડ ન્યૂઝ'નું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની એક સાથે આ પહેલી ફિલ્મ છે. વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી પહેલીવાર રોમાન્સ કરતા જોવા મળ્યા છે.






