મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોક્સ ઓફિસ પર 'બેબી જોન'ની હાલત ખરાબ, ત્રણ દિવસમાં કર્યું માત્ર આટલું કલેક્શન

વરુણ ધવન, કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી અભિનીત 'બેબી જોન' થિયેટરમાં ઘણી અપેક્ષાઓ સાથે રિલીઝ થઈ હતી. ફિલ્મના બઝને જ

બોક્સ ઓફિસ પર 'બેબી જોન'ની હાલત ખરાબ, ત્રણ દિવસમાં કર્યું માત્ર આટલું કલેક્શન

વરુણ ધવન, કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી અભિનીત 'બેબી જોન' થિયેટરમાં ઘણી અપેક્ષાઓ સાથે રિલીઝ થઈ હતી. ફિલ્મના બઝને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ એક્શનથી ભરપૂર ફિલ્મ 'પુષ્પા 2'ના રાજનો અંત કરશે. જોકે, ક્રિસમસના અવસર પર 25 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી 'બેબી જોન'ની શરૂઆત ઘણી નિરાશાજનક રહી હતી. આ પછી ફિલ્મના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ કે 'બેબી જોન'એ રિલીઝના ત્રીજા દિવસે કેટલું કલેક્શન કર્યું છે?

આ પણ વાંચો: VIDEOS / ઢોલ-નગારા વગાડ્યા, ફટાકડા ફોડ્યા, અંબાણી પરિવારે જામનગરમાં ઉજવ્યો સલમાન ખાનનો જન્મદિવસ

23 દિવસ જૂની 'પુષ્પા 2' કરતાં પણ ઓછી કમાણી 

વરુણ ધવને 'બેબી જોન'માં દમદાર એક્શન સીન્સ કર્યા છે. તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે, જોકે ફિલ્મને દર્શકો તરફથી બહુ સારો રિસ્પોન્સ નથી મળી રહ્યો. આ ફિલ્મને અલ્લુ અર્જુનની મેગા બ્લોકબસ્ટર 'પુષ્પા 2' પણ ટક્કર આપી રહી છે. 23 દિવસ પહેલા રિલીઝ થયેલી 'પુષ્પા 2' નવી રિલીઝ થયેલી ફિલ્મ 'બેબી જોન' કરતાં પણ વધુ કમાણી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે વરુણ ધવનની ફિલ્મે પહેલા દિવસે ડબલ ડિજિટની કમાણી કરી હતી પરંતુ આ પછી ફિલ્મની કમાણી દરેક પસાર થતા દિવસે વધુ નીચે જઈ રહી છે. બીજા દિવસે ફિલ્મની કમાણી 50%થી વધુ ઘટી છે અને ત્રીજા દિવસે તેનું કલેક્શન ચોંકાવનારું છે.

ફિલ્મની ત્રણ દિવસની કમાણી

જો ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો ટ્રેડ પોર્ટલ સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'બેબી જોન'એ 11.25 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કર્યું હતું, જે પછી બીજા દિવસે (ગુરુવારે) કલેક્શન 4.75 કરોડ રૂપિયા હતું. હવે ફિલ્મની રિલીઝના ત્રીજા દિવસ (શુક્રવાર) ની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.

સેકનિલ્કના પ્રારંભિક ટ્રેડ અહેવાલ મુજબ, 'બેબી જોન' એ તેની રિલીઝના ત્રીજા દિવસે 3.65 રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ભારતમાં ત્રણ દિવસમાં 'બેબી જોન'ની કુલ કમાણી હવે 19.65 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

શું 'બેબી જોન' વિકએન્ડમાં કમાલ કરી શકશે?

'બેબી જોન'ની કમાણી હવે વિકએન્ડમાં વધવાની આશા છે. જોકે, મિશ્ર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, ફિલ્મના કલેક્શનમાં વધુ ઉછાળો જોવાની અપેક્ષા નથી. ટ્રેન્ડ્સ અનુસાર, ફિલ્મ વીકેન્ડ પર 25-30 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જોકે, હજુ પણ બિઝનેસ એટલો સારો નથી રહ્યો અને તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મે બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું છે.

આ સમાચાર શેર કરો