મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ફરી એકવાર આવી રહ્યો છે 'બાહુબલી', એસએસ રાજામૌલીએ ફેન્સને આપી શાનદાર સરપ્રાઈઝ

બાહુબલી અને બાહુબલી 2ની શાનદાર સફળતા પછી, જો તમને કહેવામાં આવે કે બાહુબલી ફરી એકવાર કમબેક કરી રહ

ફરી એકવાર આવી રહ્યો છે 'બાહુબલી', એસએસ રાજામૌલીએ ફેન્સને આપી શાનદાર સરપ્રાઈઝ

બાહુબલી અને બાહુબલી 2ની શાનદાર સફળતા પછી, જો તમને કહેવામાં આવે કે બાહુબલી ફરી એકવાર કમબેક કરી રહ્યો છે, તો તમારી પ્રતિક્રિયા શું હશે? ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ બાહુબલી ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપી છે. દિગ્દર્શકે તેની આગામી સિરીઝ 'બાહુબલી: ધ ક્રાઉન ઓફ બ્લડ'ની જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સની ખુશીની કોઈ સીમા નથી.

નિર્માતા-દિગ્દર્શક રાજામૌલીએ ગઈકાલે સાંજે સોશિયલ મીડિયા પર તેની નવી સિરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ'ની જાહેરાત કરી હતી. તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ સિરીઝને લઈને અપડેટ આપવામાં આવી છે. આ સિરીઝની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ રીતે એનિમેટેડ હશે. 'બાહુબલીઃ ધ ક્રાઉન ઓફ બ્લડ'ની ઝલક શેર કરતી વખતે રાજામૌલીએ એમ પણ કહ્યું છે કે ટૂંક સમયમાં તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.

વીડિયો શેર કર્યો

એસએસ રાજામૌલીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં બાહુબલીનાં નારા સ્પષ્ટ સંભળાય છે. આ વીડિયોને શેર કરતી વખતે, ડિરેક્ટરે તેના કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે માહિષ્મતિના લોકો તેના નામનો જપ કરે છે, ત્યારે બ્રહ્માંડની કોઈ શક્તિ તેને પાછા ફરતા રોકી શકશે નહીં. બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ, એનિમેટેડ સિરીઝનું ટ્રેલર ટૂંક સમયમાં આવી રહ્યું છે!”

ખૂબ જ ઉત્સાહિત છે ફેન્સ

'બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ'ની જાહેરાત બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે અને તેની વાર્તા જાણવા માટે આતુર છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સિરીઝની વાર્તા કેવી હશે. સિરીઝની સ્ટાર કાસ્ટ વિશે પણ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટમાં લખી રહ્યા છે, 'સુપર બાહુબલી.' એક યુઝરે પૂછ્યું કે, 'શું તે Netflix પર આવશે?'

આ સમાચાર શેર કરો