મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આર્યન ખાનની ‘વોડકા’ને મળ્યો એવોર્ડ, પિતા શાહરૂખ ખાને આવી રીતે આપ્યા અભિનંદન

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને એક્ટિંગમાં એન્ટ્રી નથી લીધી. તે ફિલ્મ

આર્યન ખાનની ‘વોડકા’ને મળ્યો એવોર્ડ, પિતા શાહરૂખ ખાને આવી રીતે આપ્યા અભિનંદન

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને એક્ટિંગમાં એન્ટ્રી નથી લીધી. તે ફિલ્મ નિર્માણમાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે, આ સિવાય તે પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ડી'યાવોલ ચલાવે છે. આ સિવાય આર્યન ડી'યાવોલ નામની ‘વોડકા’ બ્રાન્ડ પણ ચલાવે છે. તેની બ્રાન્ડે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂઆત કરી અને હવે તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પિતા શાહરૂખ ખાને પણ દીકરાના વખાણ કર્યા છે.

આર્યન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, તેની ડી'યાવોલ સિંગલ એસ્ટેટ ‘વોડકા’ 2024ની નવી સૌથી વધુ એવોર્ડેડ ‘વોડકા’ બની ગઈ છે. આર્યને પોતાની ‘વોડકા’ને પ્રમોટ કરતું એક પોસ્ટર શેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, આ ‘વોડકા’ હવે ભારત, UAE અને ઓસ્ટ્રેલિયામાં પણ ઉપલબ્ધ છે.

પોસ્ટરમાં ઉલ્લેખિત ‘વોડકા’ની ખાસિયત

પોસ્ટરમાં આગળ ‘વોડકા’ની ખાસિયત પણ લખવામાં આવી છે. પોસ્ટરમાં લખ્યું છે - 'પોલેન્ડમાં 100% વિન્ટર ઘઉંનો ઉપયોગ કરીને અનાજથી ગ્લાસ સુધી તૈયાર કરેલી ડી'યાવોલ સિંગલ એસ્ટેટ વોડકાને અજોડ સરળતા માટે દુર્લભ કાળા મોતી દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે.' આ પોસ્ટ સાથે કેપ્શનમાં આર્યનએ લખ્યું- 'બ્લેક ઈઝ ધ ન્યૂ બ્લેક.'

શાહરૂખ ખાને દીકરાને અભિનંદન પાઠવ્યા

શાહરૂખ ખાને તેના દીકરા આર્યનને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. આર્યનની પોસ્ટ શેર કરતી વખતે અભિનેતાએ લખ્યું - 'અભિનંદન dyavolworkshop, હવે શેલ્ફ પર વધુ જગ્યાની જરૂર પડશે.'

સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરશે આર્યન ખાન?

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, કેટલાક ફિલ્મ મેકર્સે એક્ટિંગ માટે આર્યન ખાનનો સંપર્ક કર્યો છે. એક અહેવાલ મુજબ, આર્યન ખાનને લોન્ચ કરવા માટે કેટલાક ટોચના નિર્માતાઓ અને નિર્દેશકોએ શાહરૂખ ખાન સાથે વાત કરી છે.

આ સમાચાર શેર કરો