મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અર્જુન કપૂરની પ્રી-બર્થ-ડે પાર્ટીમાં સંબંધીઓથી લઈને મિત્રોની ભારે ભીડ, મલાઈકાની ગેરહાજરી

અર્જુન કપૂર આજે 26 જૂને પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના જન્મદિવસની એક રાત પહેલા, તેણે પ્રી-બર્

અર્જુન કપૂરની પ્રી-બર્થ-ડે પાર્ટીમાં સંબંધીઓથી લઈને મિત્રોની ભારે ભીડ, મલાઈકાની ગેરહાજરી

અર્જુન કપૂર આજે 26 જૂને પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના જન્મદિવસની એક રાત પહેલા, તેણે પ્રી-બર્થ ડે પાર્ટી યોજી હતી, જેમાં તેણે તેના પરિવાર અને નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. હવે આ સેલિબ્રેશન બાદ ફરી એકવાર મલાઈકા અરોરા સાથે બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે. ખરેખર, અર્જુનની પાર્ટીમાં જાન્હવી કપૂર, શનાયા કપૂર, મોહિત મારવાહ, વરુણ ધવન, નતાશા, આદિત્ય રોય કપૂર, માહીપ કપૂર, સંજય કપૂર જેવી ઘણી અન્ય સેલિબ્રિટી જોવા મળી હતી. જો કોઈ ન દેખાયું તો તે મલાઈકા અરોરા હતી.

મલાઈકા અરોરાની ગેરહાજરીએ પાપારાઝીથી લઈને ચાહકો સુધી બધાને પરેશાન કર્યા છે. જ્યારે અર્જુનના પિતરાઈ ભાઈઓ અને તેના બોલિવૂડના તમામ મિત્રોએ પાર્ટીમાં હાજરી આપી હતી. દરેકના મનમાં પ્રશ્ન હતો કે મલાઈકા શા માટે હાજર ન રહી. છેલ્લા ઘણા વખતથી તેમના અલગ થવાના અહેવાલો આવ્યા હતા. તાજેતરમાં, જ્યારે તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા અત્યારે મલાઈકાના મેનેજરે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા.

બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો

સૂત્રના જણાવ્યા અનુસાર, 'મલાઈકા અને અર્જુનનો સંબંધ ખૂબ જ ખાસ રહ્યો છે, બંને હંમેશા એકબીજાના દિલમાં એક ખાસ જગ્યા રાખશે. હા, બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને બંને આ બાબતે મૌન જાળવશે. તેઓ કોઈને પણ તેમના સંબંધોને ખેંચવા અથવા તોડવા દેશે નહીં.

2019માં પહેલીવાર મલાઈકાએ અર્જુનના જન્મદિવસ પર પોસ્ટ કરી હતી.

વર્ષ  2019માં પહેલીવાર મલાઈકાએ અર્જુન કપૂરના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરીને દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ પોસ્ટમાં તેણે અર્જુન કપૂર સાથે હોલિડેની એક સુંદર તસવીર શેર કરી હતી જેમાં બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો અને તેમની વચ્ચેનું ગાઢ બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ પછી બંનેએ બર્થ-ડેથી લઈને વેલેન્ટાઈન ડે અને ખાસ અવસર પર એકબીજા માટે ઘણી પોસ્ટ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તેમના બ્રેકઅપના સમાચાર હેડલાઇન્સમાં છે.

જાન્હવી કપૂર અર્જુન કપૂરના મુંબઈના ઘરે પાર્ટીમાં જતી જોવા મળી હતી 

આ સમાચાર શેર કરો