મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અર્જુન બિજલાનીનો ગોવામાં અકસ્માત થયો, પગમાં થયેલી ઈજાની શેર કરી તસવીરો

‘મિલે જબ હમ તુમ’, ‘નાગિન’ જેવી ઘણી હ

અર્જુન બિજલાનીનો ગોવામાં અકસ્માત થયો, પગમાં થયેલી ઈજાની શેર કરી તસવીરો

‘મિલે જબ હમ તુમ’, ‘નાગિન’ જેવી ઘણી હિટ સિરિયલોથી ઘર-ઘરમાં જાણીતા થયેલા અર્જુન બિજલાની સાથે અકસ્માત થયો છે. અર્જુન બિજલાની પરિવાર સાથે વેકેશન માટે ગોવા ગયો હતો, પરંતુ ત્યાં તેને અકસ્માત નડ્યો. અર્જુન બિજલાનીએ સોશિયલ મીડિયા પર તેના પગ પરના ઘા બતાવીને અકસ્માતની માહિતી આપી હતી. અર્જુન બિજલાનીની ઈજાની તસવીરો જોયા બાદ ફેન્સ ચિંતિત છે, પરંતુ અભિનેતા મુંબઈ પરત ફરતાની સાથે જ કામ પર પાછો ફર્યો છે.

અર્જુન બિજલાનીએ પગ પરના ઘા બતાવ્યા

અર્જુન બિજલાનીએ ગઈ કાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં બે ફોટોનો કોલાજ શેર કર્યો હતો. જેમાં અભિનેતાના પગ પર ઉઝરડા દેખાતા હતા, જેના પર લોહીના નિશાન પણ હતા. અર્જુન બિજલાનીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, અર્જુને તેના અકસ્માત અંગે કોઈ માહિતી આપી નથી. પરંતુ થોડા દિવસો પહેલા તે પરિવાર સાથે ગોવામાં વેકેશન મનાવી રહ્યો હતો.

કામ પર પાછો ફર્યો અર્જુન બિજલાની

ઈજા હોવા છતાં, અર્જુન બિજલાની મુંબઈ પહોંચતાની સાથે જ કામ પર પાછો ફર્યો છે. અર્જુન બિજલાનીએ લાફ્ટર શેફના સેટ પરથી તેની નવી તસવીરો પણ શેર કરી છે. આ અઠવાડિયે શ્રદ્ધા કપૂર ‘સ્ત્રી 2’ના પ્રમોશન માટે લાફ્ટર શેફમાં આવી રહી છે, જેના કારણે શોની થીમ હોરર રાખવામાં આવી છે. અર્જુન બિજલાનીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતાએ ‘મિલે જબ હમ તુમ’, ‘પરદેસ મેં હૈ મેરા દિલ’, ‘નાગિન’, ‘ઈશ્ક મેં મરજાવાં’, ‘રૂહાનિયત’, ‘શિવ-શક્તિ’, ‘સ્પ્લિટ્સ વિલા’, ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ અને ‘ડાન્સ દીવાને’ જેવા ઘણા શો કર્યા છે.

આ સમાચાર શેર કરો