Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Are Tripti Dimri and Sam Merchant really dating each other? The actress clarified

શું ખરેખર તૃપ્તિ ડીમરી અને સેમ મર્ચન્ટ એકબીજાને કરે છે ડેટ? અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
શું ખરેખર તૃપ્તિ ડીમરી અને સેમ મર્ચન્ટ એકબીજાને કરે છે ડેટ? અભિનેત્રીએ કરી સ્પષ્ટતા
સોર્સ : GSTV

તૃપ્તિ ડીમરી અને સેમ મર્ચન્ટ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોક અત્યાર સુધી  તેમણે પોતાના સંબંધો બાબત ખુલાસો કર્યો નહોતો. જોકે હવે તૃપ્તિ ડિમરીએ પોતાના રિલેશનશિપને લઇને મૌન તોડ્યું છે. 

App Store

તૃપ્તિએ કહ્યું છે કે, સંબંધોમાં હોવું જરૂરી નથી. લોકોના વિચાર જ એવા હોય છે કે, જો કોઈ વ્યક્તિ એકલી હોય તો એ વ્યક્તિમાં જ ખોટ છે. મતલબ કે લોકો મારામાં ખોટ સમજે છે. પરંતુ સંબંધમાં હોવું ન હોવું એ વ્યક્તિની પર્સનાલિટી સાથે જોડાયેલું નથી. મને બુલબુલની દિગ્દર્શક અનવિતા દત્તે શીખવ્યું છે કે, "સિંગલ હોવું એ કોઇ ખોટું કે ખરાબ નથી. જિંદગીમાં રોમાન્સ ન હોય તો કાંઇ ખોટું નથી. જિંદગીમાં કરવાનું ઘણું બધું હોય છે. ફ્ક્ત એક ચીજ માટે દુઃખી હોવાની જરૂર નથી."

અભિનેત્રીએ પોતાના વિશે જણાવ્યું

ઉલ્લેખનીય છે ચર્ચા ચાલી રહી હતી કે, તૃપ્તિ ડિમરી એક બિઝનેસમેન અને મોડલ સેમ મર્ચન્ટ સાથે ડેટ કરી રહી છે. હવે અભિનેત્રીએ આ બાબતે સ્પષ્ટતા કરીને પોતાના વિશે જણાવી દીધું છે. 

તૃપ્તિએ રણબીર કપૂર સાથે અનિમલ ફિલ્મમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી છે. તે પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તે સોશયલ મીડિયા પર પણ ઘણી એકટિવ રહે છે.