રજત બેદીએ The Bads Of Bollywood ની બીજી સીઝનને આપ્યું કન્ફર્મેશન!

સોર્સ : GSTV
આર્યન ખાનની ડેબ્યુ સીરીઝ The Bads Of Bollywoodની પ્રથમ સીઝન ઓટીટી પર ધમાલ મચાવી રહી છે. આ સીરીઝને દર્શકોનો પોઝિટિવ રિસપોન્સ મળી રહી છે. આ સીરીઝ સફળ થવાથી હવે બીજી સીઝનની તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું રજત બેદીએ કન્ફર્મ કર્યું છે.
રજત બેદી દેખાશે The Bads Of Bollywood સીઝન 2માં
રજત બેદીએ The Bads Of Bollywoodની સીરીઝમાં રાજ સકસેનાનો રોલ નિભાવ્યો છે. તેણે જણાવ્યું હતુ કે, સીઝન ટુની તૈયારી શરૂ થઇ ગઇ છે. તેના પર કામ ચાલી રહ્યું છે. મને આશા છે કે, દર્શકોને સીઝન ટુ વધુ પસંદ આવશે.
સોશિયલ મીડિયા પર મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ
આર્યન ખાનની ડેબ્યુ સીરીઝ The Bads Of Bollywood ગ્લોબલ ટોપ 10 ની યાદીમાં ચોથા નંબરના સ્થાન પર છે. શોને સોશયલ મીડિયા પર પોઝિટિવ રિસપોન્સ મળી રહ્યો છે.

