વિરાટ અને અકાય વિના જ મુંબઈ પરત ફરી અનુષ્કા શર્મા, જોરદાર હતો લુક
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની કેટલીક તસવીરો અને વીડિયો સતત સામે આવી રહ્યા હતા અને કહેવામાં આવી રહ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની કેટલીક તસવીરો અને વીડિયો સતત સામે આવી રહ્યા હતા અને કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ લંડન શિફ્ટ થઈ ગયા છે. હાલમાં અનુષ્કા શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એકદમ ફિટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, તેની પ્રેગ્નેન્સી અને દીકરા અકાયના જન્મ બાદ તે લગભગ 2 વર્ષ બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી છે. ફેન્સ સતત અનુમાન લગાવી રહ્યા હતા કે, અનુષ્કા અને વિરાટ મુંબઈમાં મીડિયાની નજરથી દૂર લંડનમાં પોતાનું જીવન જીવી રહ્યા છે.
અભિનેત્રી બુધવારે સવારે તેના બાળકો વિના મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન લોકોના મનમાં પ્રશ્ન હતો કે, અકાય ક્યાં છે? ડિલિવરી પછી અનુષ્કા શર્માને પહેલીવાર સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન તેણે કમ્પ્લીટ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ જેટ-બ્લેક પેન્ટની પેર પહેરી હતી, જે તેણે બ્લેક જેકેટ સાથે મેચ કરી હતી. તેણે બ્લેક સનગ્લાસ સાથે આ આઉટફિટ પણ સ્ટાઈલ કર્યા હતા. તેણે સેન્ડલની જોડી અને સુઘડ બન સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ દરમિયાન લોકો વિરાટ કોહલીને પણ મિસ કરતા હતા. અનુષ્કા શર્મા તેના પ્રોજેક્ટ સાથે ફરી ક્યારે સક્રિય થશે તે તો સમય જ કહેશે. વીડિયો સામે આવતાં જ લોકોએ શું કહ્યું, લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એકે લખ્યું છે કે, અનુષ્કા એકદમ ફિટ દેખાઈ રહી છે. એકે લખ્યું, જો પહેલી એન્ટ્રી હોય તો આવી જ હોવી જોઈએ. એકે કહ્યું, અકાય દેખાતો નથી? આ સિવાય લોકો તેના આ વીડિયોને લઈને સતત હાર્ટ અને ફાયર ઈમોજીસ શેર કરી રહ્યા છે. જોકે, અનુષ્કા શર્મા તરફથી આ કોમેન્ટ પર કોઈ રિએક્શન આવ્યું નથી.






