IC 814: The Kandahar Hijackના વિવાદ પર ગુસ્સે થયો અનુભવ સિન્હા, પત્રકારને કહ્યું- 'કોણ બોલી રહ્યું છે...'
વેબ સીરિઝ IC 814: The Kandahar Hijack નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.

વેબ સીરિઝ IC 814: The Kandahar Hijack નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. સીરિઝમાં વિજય વર્મા, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ સહિત ઘણા સ્ટાર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સીરિઝનું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું છે. સીરિઝમાં મુસ્લિમ આતંકવાદીઓના હિંદુ નામ બતાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદ પર દિગ્દર્શક અનુભવે પોતાની પ્રતિક્રિયા આપી છે. અનુભવને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે, સીરિઝમાં મુસ્લિમ આતંકવાદીઓના નામ હિંદુ તરીકે દર્શાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તમે આ અંગે શું કહેવા માગો છો? અનુભવે કહ્યું કોણ કહે છે.
દિગ્દર્શકે પત્રકારને પૂછ્યું કે, શું તમે સીરિઝ જોઈ છે. પત્રકારે કહ્યું કે, હું આ સવાલ એટલા માટે પૂછી રહ્યો છું કારણ કે જ્યારે સૂચના મંત્રાલયે આ મામલે દખલ કરી છે ત્યારે તમે નામ બદલી નાખ્યા છે. આના જવાબમાં અનુભવે કહ્યું કે, જો તમે સીરિઝ જોઈ નથી તો હું તમારી સાથે વાત નહીં કરી શકું. અનુભવ સિન્હાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પર યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અનુભવ સિન્હાએ સીરિઝને લઈને ચાલી રહેલા વિવાદ પર તોડ્યું મૌન
સીરિઝને લઈને વધી રહેલા વિવાદને જોયા બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સને સમન્સ મોકલ્યું હતું. આ સમન્સના જવાબમાં નેટફ્લિક્સે કહ્યું હતું કે, તેઓ સીરિઝમાં નામ બદલી દેશે. વાસ્તવમાં, આ સીરિઝ 1999ના કંધાર હાઇજેક પર આધારિત છે. પ્લેન હાઇજેક કરનાર આતંકવાદીઓએ હાઇજેક કરવા માટે કોડ નેમ આપ્યા હતા. એ નામો હતા ભોલા, શંકર, ચીફ, ડોક્ટર અને બર્ગર. સીરિઝમાં આ બે નામ ભોલા અને શંકરને લઈને વિવાદ છે. લોકોનું કહેવું છે કે, તેનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. બોયકોટ નેટફ્લિક્સ, બોયકોટ IC 814 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.






