મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનિલ કપૂર બન્યા TIME 100 AI લિસ્ટમાં શામેલ થનાર પ્રથમ ભારતીય એક્ટર

આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ જબરદસ્ત વધી ગયો છે.

અનિલ કપૂર બન્યા TIME 100 AI લિસ્ટમાં શામેલ થનાર પ્રથમ ભારતીય એક્ટર

આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ જબરદસ્ત વધી ગયો છે. લોકો કોઈપણ કોપીરાઈટ વગર AI દ્વારા સેલિબ્રિટીઓના અવાજ અને ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઓએ AIના ક્ષેત્રમાં યોગદાન આપવા ઉપરાંત તેના દુરુપયોગ સામે અવાજ ઉઠાવ્યો છે. આ બાબતમાં (TIME 100 AI)ટાઈમ મેગેઝીને એઆઈના ક્ષેત્રમાં યોગદાન આપનારા 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. જેમાં બોલિવૂડ એક્ટર અનિલ કપૂર પણ સામેલ છે. 

પ્રખ્યાત એક્ટર અનિલ કપૂરે વૈશ્વિક ઉદ્યોગપતિઓ, તકનીકી નેતાઓ, વૈજ્ઞાનિકો અને અભિનેતાઓની વચ્ચે પોતાની જગ્યા બનાવી છે. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટાઇમ મેગેઝીનનો કવર ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે હોલીવુડના દિગ્ગજ કલાકારો સાથે જોવા મળી રહ્યો છે. 

જણાવી દઈએ કે, TIME 100 AI યાદીમાં સામેલ થનાર અનિલ કપૂર પ્રથમ અભિનેતા છે. અનિલ કપૂરે આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટના કૅપ્શનમાં લખ્યું છે કે, "અપાર કૃતજ્ઞતા અને વિનમ્ર દિલથી હું મારી જાતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ભવિષ્ય ઘડનારા સ્વપ્નદ્રષ્ટાઓમાં જોઉં છું. TIME દ્વારા આ માન્યતા માત્ર એક સન્માન જ નહીં પરંતુ ઈનોવેશન અને ક્રિએટિવીટીના રસ્તે એક નવા ચિંતનની પળ છે. આ પ્રયાસને માન્યતા આપવા બદલ TIME નો આભાર."

TIME 100 AI યાદીમાં અનિલ કપૂર સામેલ થતાં બોલિવૂડની હસ્તીઓએ અભિનંદન પાઠવ્યા છે. ફરાહ ખાને કેપ્શનમાં લખ્યું, "ઓએમજી! અભિનંદન પાપાજી. તમારો સમય આવી ગયો છે." પુત્રીઓ સોનમ કપૂર અને રિયા કપૂરે ઘણા બધા હાર્ટ ઇમોજીસ સાથે અભિનેતા પર પ્રેમ વરસાવ્યો. ભત્રીજી અંશુલા કપૂરે પણ હાર્ટ ઇમોજી બનાવી છે.

આ સમાચાર શેર કરો