મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'એંગ્રી યંગ મેન'નું ટ્રેલર થયું લોન્ચ, નામચીન સુપર સ્ટારોએ યાદ કરી સલિમ-જાવેદની વાતો

ડોક્યુસીરીઝ 'એંગ્રી યંગ મેન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 43 સેકન્ડના

'એંગ્રી યંગ મેન'નું ટ્રેલર થયું લોન્ચ, નામચીન સુપર સ્ટારોએ યાદ કરી સલિમ-જાવેદની વાતો

ડોક્યુસીરીઝ 'એંગ્રી યંગ મેન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 43 સેકન્ડના આ ટ્રેલરમાં, જ્યાં પ્રખ્યાત લેખક સલીમ ખાન અને જાવેદ અખ્તર તેમની વાર્તા સંભળાવતા જોવા મળે છે. અન્ય સુપરસ્ટાર્સ તેની વાર્તાઓને યાદ કરતા જોવા મળે છે. સલીમ-જાવેદની જોડી વિશે વાત કરતાં સલમાન ખાન કહે છે, 'જો તમારે કોઈને મારવા હોય તો કામથી મારો. આમણે જીવનમાં એ જ કર્યું છે. કામથી જ માર્યા છે. જ્યારે જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, હેમા માલિની, કરણ જોહર, ફરહાન અખ્તર, આમિર ખાન, રિતિક રોશન, યશ, શબાના આઝમી સહિતના અન્ય સ્ટાર્સ 1970ના દાયકામાં સલીમ-જાવેદ દ્વારા લાવેલી ક્રાંતિ વિશે વાત કરતા જોવા મળ્યા હતા.

આ રહ્યું ટ્રેલર

શું કહ્યું સલીમ ખાને?

આ ડોક્યુસીરીઝ વિશે વાત કરતાં સલીમ ખાન કહે છે, “મેં એક અભિનેતા તરીકે મારી કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ પછી મને સમજાયું કે મારી અસલી તાકાત વાર્તા કહેવામાં છે તેથી મેં લખવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ મારી મુલાકાત જાવેદ સાથે થઈ જેઓ મારી જેમ જ લખવાનો શોખ ધરાવતા હતા. અમે સાથે ઘણી શ્રેષ્ઠ વાર્તાઓ લખી, જેની પર આજે પણ મને ગર્વ છે. એ ઘણી સારી વાત છે કે અમારી વાર્તા ભવિષ્યની પેઢીઓ માટે રેકોર્ડ કરવામાં આવી રહી છે, મને આશા છે કે તે લોકોને તેમનું શ્રેષ્ઠ કામ કરવા અને કામ આપવા માટે પ્રેરણા આપશે."

જાવેદ અખ્તરે શું કહ્યું?

ત્યારે જાવેદ અખ્તર કહે છે, "જ્યારે હું નાની ઉંમરે આ શહેરમાં આવ્યો ત્યારે મારી પાસે ન તો કોઈ નોકરી હતી, ન કોઈ સંપર્કો, ન કોઈ પૈસા. હું ઘણીવાર ખાલી પેટે સૂઈ જતો હતો. તેમ છતાં, મેં ક્યારેય હાર ન માની. હું હંમેશા મારા જીવનની વાર્તા દુનિયા સાથે શેર કરવા માંગતો હતો અને આજે અમારી વાર્તા આ ડોક્યુસીરીઝમાં બતાવવામાં આવી રહી છે. હું દરેકનો આટલા પ્રેમ માટે આભાર માનું છું."

તમને જણાવી દઈએ કે આ ડોક્યુસીરીઝ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 20મી ઓગસ્ટે રિલીઝ થશે.

આ સમાચાર શેર કરો