મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનન્યા પાંડેની ડેબ્યૂ વેબ સીરિઝ ‘Call Me Bae’ રિલીઝ થયાના થોડા કલાકોમાં જ થઈ લીક

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ વેબ સીરિઝ ‘Call Me Bae’થી OTT ડેબ્યૂ કર્યું છે.

અનન્યા પાંડેની ડેબ્યૂ વેબ સીરિઝ ‘Call Me Bae’ રિલીઝ થયાના થોડા કલાકોમાં જ થઈ લીક

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ વેબ સીરિઝ ‘Call Me Bae’થી OTT ડેબ્યૂ કર્યું છે. આ સીરિઝ 6 સપ્ટેમ્બર 2024ની મધ્યરાત્રિથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા લાગી છે. આ સીરિઝ OTT પ્લેટફોર્મ પર આવ્યાના થોડા કલાકોમાં જ લીક થઈ ગઈ છે. અન્ય સ્થળોએ લોકો તેને મફતમાં ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અનન્યા પાંડેની આ સીરિઝ ફ્રીમાં ઓનલાઈન જોઈ શકાય છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર ‘Call Me Bae’ આવી ગઈ છે. તમે 299 રૂપિયાના માસિક પ્લાનમાં પ્રાઇમ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અનન્યા પાંડેની આ સીરિઝ HD ક્વોલિટીમાં લીક થઈ છે જેને લોકો ડાઉનલોડ કરીને જોઈ રહ્યા છે.

ઓનલાઈન લીક થઈ ‘Call Me Bae’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'Call Me Bay' સિઝન 1 રિલીઝ થઈ ગઈ છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આમાં અનન્યા પાંડેની એક્ટિંગ અદ્ભુત છે અને આ સીરિઝ સાથે અનન્યા પાંડેએ OTTની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. ફેન્સ લાંબા સમયથી ‘Call Me Bae’ની રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે તે આવી ગઈ છે, ત્યારે એક આશ્ચર્યજનક બાબત પણ સામે આવી છે. ‘Call Me Bae’ રિલીઝ થયાના થોડા કલાકો બાદ તેના તમામ એપિસોડ લીક થઈ ગયા હતા. ફેન્સ અલગ-અલગ પ્લેટફોર્મ પર આખી સીરિઝ ફ્રી ઓનલાઇન જોઈ શકશે.

ગેરકાયદેસર છે આ રીત

મફતમાં મૂવી કે શો જોવાની લાલચ ભલે ગમે તેટલી આકર્ષક લાગે, પરંતુ વ્યક્તિએ હંમેશા પાયરેસીથી દૂર રહેવું જોઈએ. પાયરેસી ગેરકાયદેસર અને બિનજામીનપાત્ર અપરાધની કેટેગરીમાં આવે છે. બીજી વાત એ છે કે, તેનાથી ફિલ્મ નિર્માતાઓનું અપમાન થાય છે જેમણે આટલી મહેનતથી આ ફિલ્મ અને સીરિઝ બનાવી છે. તેથી, વ્યક્તિએ મૂળ પ્લેટફોર્મ પર જઈને જ કોઈપણ મૂવી અથવા સીરિઝનો આનંદ લેવો જોઈએ.

અનન્યાની ડેબ્યુ સીરિઝ છે ‘Call Me Bae’

વેબ સીરિઝ ‘Call Me Bae’ 6 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવાની શરૂ થઈ ગઈ છે. આ સીરિઝ સાથે અનન્યા પાંડેએ OTT પર વેબ સીરિઝની દુનિયામાં પ્રવેશ કર્યો છે. ‘Call Me Bae’નું નિર્દેશન કોલિન ડી'કુન્હા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આ સીરિઝ ધર્માટિક એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. અનન્યા પાંડેએ સીરિઝમાં ‘Bae’ એટલે કે બેલા ચૌધરીની ભૂમિકા ભજવી છે. અનન્યા સિવાય વિહાન સામત, વીર દાસ, વરુણ સૂદ, લીસા મિશ્રા, નિહારિકા લિરા સહિતના કલાકારો પણ આ સીરિઝમાં જોવા મળ્યા છે.

આ સમાચાર શેર કરો