મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિકમાં પહોંચ્યા અનંત-રાધિકા, ઇન્ડિયા હાઉસમાં ડ્રમ સાથે સ્વાગત

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ તાજ

VIDEO: પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિકમાં પહોંચ્યા અનંત-રાધિકા, ઇન્ડિયા હાઉસમાં ડ્રમ સાથે સ્વાગત

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ તાજેતરમાં જ તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ હતી. લગ્ન બાદ હવે અનંત અને રાધિકા પરિવાર સાથે વિદેશ ગયા છે. નવદંપતીએ અંબાણી પરિવાર સાથે પેરિસ ઓલિમ્પિક 2024ની મજા માણી હતી. આ દરમિયાન બંનેનું પેરિસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતની તસવીરો અને વીડિયો ચર્ચામાં છે.

અનંત-રાધિકા પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસ પહોંચ્યા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં બંને પેરિસના રિલાયન્સ ઈન્ડિયા હાઉસમાં એન્ટ્રી કરી રહ્યા છે. બંનેની એન્ટ્રી દરમિયાન ડ્રમ વાગતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લોકોએ અનંત સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. નવપરિણીત કપલનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

મુકેશ-ઈશા અને આનંદ પણ સાથે જોવા મળ્યા

મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે વાયરલ તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે. આ સિવાય મુકેશ અંબાણીના જમાઈ અને ઈશાના પતિ આનંદ પિરામલને પણ જોઈ શકાય છે.

જોવા મળ્યા ન નીતા અંબાણી

જોકે, આ ખાસ અવસર પર નીતા અંબાણી અંબાણી પરિવાર સાથે જોવા મળ્યાં ન હતાં. ઉલ્લેખનીય છે કે, નીતા અંબાણી પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં પોતાના પતિ મુકેશ અંબાણી સાથે એફિલ રોવરની સામે પોઝ આપતાં જોવા મળ્યાં હતાં.

12મી જુલાઈના રોજ થયા હતા અનંત-રાધિકાના લગ્ન

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ મુંબઈના વર્લ્ડ જિયો સેન્ટરમાં ખૂબ જ ધૂમધામથી સંપન્ન થયા હતા. આ પછી, દંપતીની આશીર્વાદ વિધિ 13મી જુલાઈએ થઈ. 14મી જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લગ્નમાં દેશ અને દુનિયાની ક્રિકેટ, રાજનીતિ, સિનેમા, સંગીત અને આધ્યાત્મિક જગતની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.

આ સમાચાર શેર કરો