મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Anant-Radhika Pre Wedding: પિટબુલ સાથે ગુરુ રંધાવા મચાવશે ધૂમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી વેડિંગ ફાંકષ્ણે પણ લોકોમાં આતુરતા જગાવી

Anant-Radhika Pre Wedding:  પિટબુલ સાથે ગુરુ રંધાવા મચાવશે ધૂમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી વેડિંગ ફાંકષ્ણે પણ લોકોમાં આતુરતા જગાવી છે. ફ્રાંસમાં ક્રૂઝ પીઆર આયોજિત આ ફંક્શનની વિષે નાનામાં નાની વાત પણ લોકો જાણવા માટે આતુર છે.  આ વર્ષે માર્ચની શરૂઆતમાં, બંને પરિવારોએ પ્રથમ પ્રી-વેડિંગ ફંક્શન પાર્ટીનું જામનગરમાં આયોજન કર્યું હતું. હવે, કપલ બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત કરી છે. તેમના મહેમાનોને રિહાનાના ગીતો પર ડાન્સ કરાવ્યા પછી, હવે સમાચાર આવી રહ્યા છે કે ગુરુ રંધાવા અને પિટબુલ આ પાર્ટીમાં તેમના ગીતોથી બધાનું મનોરંજન કરશે.

થોડા દિવસો પહેલા, અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનું શેડ્યૂલ સોશિયલ મીડિયા પર ઓનલાઈન વાયરલ થયું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે લક્ઝુરિયસ ક્રૂઝ પર આયોજિત કરવામાં આવશે. હવે એક અહેવાલ કહે છે કે ભારતીય ગાયક ગુરુ રંધાવા અને અમેરિકન રેપર પિટબુલ ચાર દિવસીય પ્રી-વેડિંગ બેશમાં પરફોર્મ કરે તેવી અપેક્ષા છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ગુરુ રંધાવા બીજા દિવસે ઇવેન્ટમાં પિટબુલ સાથે પરફોર્મ કરશે. તે એક મજેદાર કોલેબ હશે જ્યાં મહેમાનો ગુરુના સંગીત અને પિટબુલની ધૂનનો આનંદ માણશે."

ગુરુએ અગાઉ પીટબુલ સાથે 2019માં 'સ્લોલી સ્લોલી ' ગીત પર કામ કર્યું હતું. સિંગર તુ 'મેરી રાની', 'ઈશારે તેરે', 'સૂટ' જેવા ટ્રેન્ડિંગ ટ્રેક માટે પણ લોકપ્રિય છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનના વાયરલ પ્રોગ્રામ મુજબ, અંબાણી પરિવાર 29 મેથી 1 જૂન સુધી લગભગ 800 મહેમાનોને લક્ઝુરિયસ ક્રૂઝ પર લઈ જશે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પ્રથમ દિવસે, મહેમાનો પાલેર્મોથી ક્રૂઝ પર પાર્ટી કરશે. સ્વાગત લંચ માણ્યા પછી, તેઓ સ્ટેરી નાઇટમાં ભાગ લેશે. બીજા દિવસે, તેઓ 'અ રોમન હોલિડે' ના ભાગરૂપે સવારે 11:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી રોમ શહેરનો પ્રવાસ કરશે અને ત્યારબાદ રાત્રે ટોગા પાર્ટી કરશે.

આ સમાચાર શેર કરો