અનંત અંબાણીએ પોતે ફોન કરીને આપ્યું હતું આમંત્રણ, છતાં લગ્નમાં કેમ ન ગઈ કંગના રણૌત?
ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણ

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ આ વર્ષે 12 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. તેણે તેની લાંબા સમયની પાર્ટનર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા અને આ શાહી લગ્નમાં આખું બોલિવૂડ સામેલ થયું. જોકે, કંગના રણૌત અનંત અંબાણીના લગ્નના કોઈપણ ફંક્શનમાં ગઈ નહોતી. હવે કંગનાએ આનું કારણ આપ્યું છે. સિદ્ધાર્થ કાનન સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં કંગના રણૌતે ખુલાસો કર્યો કે, તે શા માટે અનંત અંબાણીના લગ્નમાં સામેલ ન થઈ. અભિનેત્રીએ જણાવ્યું કે, અનંતે પોતે ફોન કરીને તેને આમંત્રણ આપ્યું હતું. પરંતુ તે દરમિયાન તેમના ઘરે પણ એક ફંક્શન હતું.
'કોઈપણ રીતે હું ફિલ્મી લગ્નોમાં જવાનું ટાળું છું...'
કંગના રણૌતે કહ્યું- મને અનંત અંબાણીનો ફોન આવ્યો અને તે ખૂબ જ સ્વીટ છોકરો છે. તેણે મને તેના લગ્નમાં આવવા કહ્યું. મેં કહ્યું કે, મારા ઘરે લગ્ન છે. તે દિવસ ખૂબ જ શુભ દિવસ હતો અને મારા નાના ભાઈના લગ્ન થવાના હતા. તેમ છતાં હું ફિલ્મી લગ્નોમાં જવાનું ટાળું છું.
કંગનાએ લગ્નના કોઈપણ ફંક્શનમાં આપી નહોતી હાજરી
ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે માર્ચમાં ગુજરાતના જામનગરમાં તેમના ફર્સ્ટ પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. આ પછી, તેમનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન 29મી મેથી 2જી જૂન સુધી ક્રૂઝ પર થયું. લગ્ન પહેલાના બે ભવ્ય સમારોહ પછી, અનંત-રાધિકાએ 12 જુલાઈના રોજ મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા લગ્ન સમારોહમાં દુનિયાભરની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અનંત અંબાણીના લગ્નમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા અને હ્રિતિક રોશન જેવા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. જોકે, કંગના રણૌતે આ તમામ ફંક્શનથી અંતર રાખ્યું હતું.
6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે ‘ઈમરજન્સી’
વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના રણૌત આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ 6ઠ્ઠી સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે.






