અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈમાં યોજાશે, આમંત્રણ પત્રિકાની ઝલક આવી સામે
અનંત અંબાણીના લાગણી કંકોત્રીની પહેલી તસવીર સામે આવી છે. કંકોતરી અનુસાર બંનેના લગ્ન 12 જુ

અનંત અંબાણીના લાગણી કંકોત્રીની પહેલી તસવીર સામે આવી છે. કંકોતરી અનુસાર બંનેના લગ્ન 12 જુલાઇ સુક્રવારના રોજ જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજાશે. જે 12 જુલાઇ થી શરૂ થઈ 14 જુલાઇ રવિવાર સુધી ચાલશે. 12 જુલાઇ શુક્રવારના દિવસે બંને લગ્નના બંધનમાં બંધાશે, શનિવાર, 13 જુલાઈના રોજ, શુભ આશીર્વાદ, અથવા દૈવી આશીર્વાદનું આયોજન કરવામાં આવશે, 14 જુલાઇના રોજ બંનેના લગ્નનું રિસેપ્શન યોજાશે જે સાથે લગ્ન સમારોહનું સમાપન થશે.
RILના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં યોજાશે. બહુપ્રતિક્ષિત લગ્નનું સ્થળ BKCમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. આ લગ્ન પરંપરાગત હિંદુ વૈદિક રીતિ અનુસાર કરવામાં આવનાર છે. મહેમાનોને સેવ ધ ડેટ આમંત્રણ મળવાનું શરૂ થઈ ગયું છે, જે ત્રણ દિવસીય ફંક્શનની કેટલીક વિગતો જાહેર કરતું પરંપરાગત લાલ અને ગોલ્ડન કલરનું આમંત્રણ છે.
શુભ લગ્ન માટેનો ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત ડ્રેસ રાખવામા આવ્યો છે. મહેમાનોને તેના વિશે પણ જાણ કરવામાં આવી છે. આ તમામ ફંક્શન BKCમાં Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે.
જેમ જેમ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, લોકો આ વખતે જૂની પરંપરાઓ કેવી રીતે નિભાવવામાં આવે છે તે જોવાની રાહ જોઈ રહ્યા છે, જે ફરીથી ભારતીય લગ્નો માટે ટ્રેન્ડ સેટ કરશે.
લગ્નના મુખ્ય કાર્યો અને સમારંભો પરંપરાગત વૈદિક હિંદુ ધોરણો અનુસાર કરવામાં આવશે અને ઘણી રીતે, વિશ્વ સમક્ષ ભારતની શ્રેષ્ઠતાનું પ્રદર્શન બનશે.
સગાઈની વિધિ
ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરી, 2023 ના રોજ, બંનેએ પરિવાર અને મિત્રોની હાજરીમાં સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે સગાઈ કરી હતી. સગાઈ સમારોહ મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે યોજાયો હતો. જેમાં ગોળ-ધાણા જેવી ગુજરાતી વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા 1 માર્ચથી 3 માર્ચ સુધી તેમની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સૈફ અલી ખાન, સારા અલી ખાન, માધુરી દીક્ષિત, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અનિલ કપૂર જેવા મોટા સ્ટાર્સે આ ફંક્શનમાં હાજરી આપી હતી. સાથે ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાન્નાએ પણ પોતાના તેમાં પરફોર્મ કર્યું હતું. સ્ટાર્સે પ્રી-વેડિંગ ફંક્શનમાં પોતાના દમદાર પરફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા હતા.
અનંત અંબાણીના આ ફંક્શનમાં 1 માર્ચની સાંજે મહેમાનો માટે 'ઇવનિંગ ઇન એવરલેન્ડ-થીમ આધારિત' કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 માર્ચે, સૌપ્રથમ દરેકને રિલાયન્સ એનિમલ રેસ્ક્યુ સેન્ટરની ટૂર પર લઈ જવામાં આવ્યા હતા અને સાંજે 'મેલા રોગ' પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 માર્ચે, દરેક જણ 'ટસ્કર ટ્રેઇલ' પર જશે અને છેલ્લી ઇવેન્ટ પરંપરાગત 'સાઇનિંગ' સેરેમની હતી.
બીજું પ્રી-વેડિંગ સેરેમની
કપલના લગ્ન પહેલા એક ભવ્ય બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કપલ હવે ઈટાલીમાં પોતાના પ્રેમની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણી 29મી મેથી શરૂ થઈ છે. અંબાણી પરિવાર મહેમાનોનું દરિયાના મોજા વચ્ચે ક્રુઝ પર સ્વાગત કરી રહ્યું છે.
પાર્ટીનું આયોજન લક્ઝરી ક્રૂઝ પર કરવામાં આવ્યું છે, જે ઈટલીના એક બંદરથી શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન મહેમાનને યુરોપના ઘણા ભાગોમાં પણ લઈ જવામાં આવશે. આ ઈવેન્ટ સંપૂર્ણપણે રોમન સંસ્કૃતિ અનુસાર આયોજિત કરવામાં આવી છે. બૉલીવુડની ઘણી હસ્તીઓ અને વૈશ્વિક હસ્તીઓ ક્રૂઝ પર પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપી રહી છે. તે ઇટાલીમાં 29 મેથી શરૂ થશે અને ફ્રાન્સમાં 1 જૂને સમાપ્ત થશે.








