મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEOS / વરમાળા પહેરાવીને કર્યો ડાન્સ, હાથ પકડીને લીધા ફેરા, જુઓ અનંત-રાધિકાની ડ્રીમ વેડિંગની અનસીન ક્લિપ્સ

ઘણા દિવસોના પ્રી-વેડિંગ ફંક્શન્સ પછી, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આખરે શુક્રવાર,

VIDEOS / વરમાળા પહેરાવીને કર્યો ડાન્સ, હાથ પકડીને લીધા ફેરા, જુઓ અનંત-રાધિકાની ડ્રીમ વેડિંગની અનસીન ક્લિપ્સ

ઘણા દિવસોના પ્રી-વેડિંગ ફંક્શન્સ પછી, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આખરે શુક્રવાર, 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. આ કપલના લગ્ન વર્ષના સૌથી મોટા લગ્ન હતા જેમાં દેશ-વિદેશની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. મોસ્ટ અવેઈટેડ નાઈટની દરેક ક્ષણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અનંત-રાધિકાની ડ્રીમ વેડિંગના કેટલાક ખાસ વીડિયો હવે લોકોના દિલ જીતી રહ્યા છે.

રાધિકાની એન્ટ્રી ફેરીટેલ જેવી હતી

અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટની બ્રાઈડલ એન્ટ્રી પણ કોઈ ફેરીટેલથી ઓછી નહોતી. તે જલપરી જેવી બોટમાં બેસીને વેન્યુ પર પહોંચી હતી. આ દરમિયાન શ્રેયા ઘોષાલ બેકગ્રાઉન્ડમાં લાઈવ ગીત ગઈ રહી હતી. આ પછી વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાધિકા મર્ચન્ટ તેના દુલ્હા અનંત પાસે ખૂબ જ સુંદર ફૂલોની ચાદર સાથે જતી જોવા મળે છે. આ દરમિયાન રાધિકાની સ્માઈલ દેખાઈ રહી છે.

પિતાને ગળે લગાવીને રાધિકા ભાવુક થઈ ગઈ 

સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કન્યા રાધિકા તેના પિતા વિરેન મર્ચન્ટનો હાથ પકડીને એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં જ્યારે રાધિકા તેના પિતા સાથે અનંત પાસે પહોંચે છે ત્યારે તે ભાવુક થતી જોવા મળે છે. ભાવુક થઈ તેણે તેના પિતાને ગળે લગાવી લીધા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 'વરમાળા' પહેરાવી ડાન્સ કર્યો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની વરમાળા, ફેરા અને અન્ય વિધિની અનસીન ક્લિપ્સ અંબાણી પરિવારના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે. વીડિયોમાં, અનંત રાધિકાને માળા પહેરાવતા જોવા મળે છે. અનંત અને રાધિકાના ચહેરા એકબીજાને હાર પહેરાવતાની સાથે જ ખુશીથી ચમકી ઉઠે છે. આ પછી કપલ એકબીજાનો હાથ પકડીને ડાન્સ કરતા જોવા મળે છે.

એકબીજાનો હાથ પકડીને ફેરા ફર્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અન્ય એક વીડિયોમાં અનંત અને રાધિકા ફેરા ફરતા જોવા મળે છે. આ દરમિયાન, કપલ એકબીજાના હાથ પકડીને ફેર ફરતા જોવા મળે છે.

અનંત-રાધિકાના લગ્ન સદીના સૌથી મોટા લગ્ન હતા

ઘણી તસવીરોમાં, અનંત-રાધિકાના ભવ્ય લગ્ન સ્થળની અંદરની ઝલક પણ મળી છે જે ખૂબ જ ભવ્ય છે. એવું લાગે છે કે આ કોઈ મહારાજાના લગ્ન છે. અનંત અને રાધિકાના આ લગ્ન આ સદીના સૌથી મોંઘા અને વૈભવી લગ્ન કહી શકાય છે.

આ સમાચાર શેર કરો