મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મહાનાયક અમિતાભ બચ્ચને પોતાને 'હેલ્પલેસ' ગણાવ્યા, કઇ વાતથી પરેશાન છે BIG B

દાયકાઓથી હિન્દી સિનેમામાં પોતાના ફેન્સના દિલમાં મહત્વનું સ્થાન ધરાવતા અમિતાભ બચ્ચન

મહાનાયક અમિતાભ બચ્ચને પોતાને 'હેલ્પલેસ' ગણાવ્યા, કઇ વાતથી પરેશાન છે BIG B

દાયકાઓથી હિન્દી સિનેમામાં પોતાના ફેન્સના દિલમાં મહત્વનું સ્થાન ધરાવતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમ થકી તેમણે પોતાની લાગણીઓ ફેન્સ સુધી પહોંચાડે છે. આ દરમિયાન તેમણે પોસ્ટ શેર કરીને ફેન્સને પોતે ખુશ છે કે કોઈ ચિંતામાં હોવાના સંકેત આપતા હોય છે, ત્યારે કોન બનેગા કરોડપતિ શૉની(KBC) 16 સિઝનને લઈને અમિતાભનો એક બ્લોગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બ્લોગમાં અમિતાભે પોતાને 'હેલ્પલેસ' ગણાવ્યો

સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલો આ બ્લોગ થકી અમિતાભે પોતાના ફેન્સ સામે લાગણીઓ વ્યક્ત કરી છે. મહાનાયક અમિતાભ દ્વારા શેર કરવામાં બ્લોગ વાયરલ થતાં ફેન્સમાં ચિંતા ઉભી થઈ છે. બીજી તરફ, બ્લોગમાં અમિતાભે પોતાને 'હેલ્પલેસ' ગણાવ્યો. જ્યારે અમિતાભ તેમના શૉ સેટ પરથી પરત ફરતી વખતે તેમની નવી સિઝન અંગે જાણકારી આપી રહ્યાં હતા. જેમાં તેમણે સ્પર્ધકોના સંઘર્ષને લઈને ચર્ચા કરી હતી. આ ઉપરાંત, અમિતાભે KBCની કેટલીક પરદા પાછળની તસવીરો શેર કરી હતી. 

બ્લોગમાં અમિતાભ બચ્ચને શું લખ્યું?

અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, 'હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકોની કેટલીક હૃદયસ્પર્શી વાર્તાઓ જોવી મળી છે. સ્પર્ધકો અનેક સંઘર્ષોનો સામનો કરતા હોવા છતાં હસતા ચહેરે હોટ સીટ પર બેસે છે.' બ્લોગમાં લખ્યું હતું કે, 'રમતમાં અમુક નવા અને આકર્ષક ફેરફાર અને તેનો પ્રભાવ અને શીખ... પરંતુ આ બધાથી ઉપર લાગણીઓ છે, જે આપણા પર ઘણો પ્રભાવ પાડે છે. આપણી સામે રહેલા સ્પર્ધકોનું પરિણામ એમની સંઘર્ષ ગાથા રજૂ કરે છે કે, કેવી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે અને પછી એમના ઘણા વર્ષોની મહેનત...'

KBCની નવી સિઝનની તૈયારી, પ્રિમિયરની તારીખની જાહેરાત થાય એની રાહ

બચ્ચને લખ્યું હતું કે, 'અચાનક પોતાને હું હોટ સીટ પર જોવું છું અને એ ક્ષણની લાગણીઓ યાદ આવે છે.' આ સાથે બચ્ચને બ્લોગમાં તેમની સંઘર્ષ ગાથા અને હોટ શીટ સુધી પહોંચવાની તેમની મહેનતથી અવગત કર્યાં હતા. જ્યારે બચ્ચની સાથે-સાથે તેમના ફેન્સ પણ KBCની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી KBCની નવી સિઝનની તૈયારી ચાલી રહી છે. પરંતુ નિર્માતાઓએ હજુ સુધી પ્રિમિયરની તારીખની જાહેરાત કરી નથી.

આ સમાચાર શેર કરો