મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સતત 11 ફિલ્મ ફ્લોપ જતા એક્ટિંગ છોડવા માંગતા હતા અમિતાભ બચ્ચન, આ મુવીથી કરિયરે લીધો યુ-ટર્ન

અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના એક એવા અભિનેતા છે, જેમના વિશેની ચર્ચાઓ ક્યારેય પૂરી થતી

સતત 11 ફિલ્મ ફ્લોપ જતા એક્ટિંગ છોડવા માંગતા હતા અમિતાભ બચ્ચન, આ મુવીથી કરિયરે લીધો યુ-ટર્ન

અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના એક એવા અભિનેતા છે, જેમના વિશેની ચર્ચાઓ ક્યારેય પૂરી થતી નથી. બિગ બીની 5 દાયકાથી વધુની શાનદાર ફિલ્મી કરિયર રહી છે અને આજે પણ તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની હાજરીની છાપ છોડી છે.

પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેઓએ તેમની પ્રથમ ફિલ્મથી જ સતત 11 ફ્લોપ ફિલ્મોનો અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો. તે સમયે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનું મન પણ બનાવી લીધું હતું. પરંતુ પછી એક ફિલ્મના કારણે તેમનું નસીબ ચમક્યું.

અમિતાભ ઈન્ડસ્ટ્રી છોડવા માંગતા હતા

અમિતાભ બચ્ચનને આજે બોલિવૂડના શહેનશાહ કહેવામાં આવે છે. આનો મોટાભાગનો શ્રેય લેખક સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડીને જાય છે. આ બંનેનો આભાર, અમિતાભે તેમની અભિનય શક્તિ સાબિત કરી. સલીમ અને જાવેદ જ એવા બે લોકો હતા જેમણે બિગ બીની પ્રતિભાને ઓળખી હતી.

એક ઇન્ટરવ્યુમાં સલીમ ખાને કહ્યું હતું, "અમે ફિલ્મ જંજીર બનાવવા જઈ રહ્યા હતા અને આ માટે અમે ત્યારના સુપરસ્ટાર ધર્મેન્દ્ર જેવા ઘણા ફિલ્મ કલાકારોનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈ ફિલ્મમાં કામ કરવા માંગતું નહોતું. અમિતાભનું નામ પણ અમારા મગજમાં હતું કારણ કે મેં બોમ્બે ટુ ગોવા ફિલ્મમાં તેમનું કામ જોયું અને મને લાગ્યું કે તેઓ એકદમ યોગ્ય છે."

ઝંજીરની ઓફર અમિતાભ બચ્ચન પાસે ગઈ અને ત્યાંથી જ તેમનું નસીબ ચમક્યું. તેમણે એંગ્રી યંગ મેન પોલીસ ઓફિસર વિજયના રોલમાં શાનદાર કામ કર્યું હતું. અગાઉ, સતત 11 ફ્લોપ ફિલ્મોને કારણે, અમિતાભ ખૂબ જ હતાશ હતા અને તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો.

અમિતાભ બચ્ચનની આ ફિલ્મો ફ્લોપ હતી

વર્ષ 1969માં અમિતાભ બચ્ચને ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી એક્ટર તરીકે ઇઈસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી અને તેમની 'સાત હિન્દુસ્તાની', 'સંજોગ', 'પ્યાર કી કહાની', 'રાસ્તે કા પથ્થર', 'જબાન', 'ગરમ મસાલા', 'એક નજર', 'બંસી બિરજુ', 'રેશ્મા ઔર શેરા', 'સૌદાગર' અને 'બંધે હાથ' જેવી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ.

આ સમાચાર શેર કરો