Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Amitabh Bachchan and Abhishek bought 10 flats in this area of ​​Mumbai

અમિતાભ બચ્ચન અને અભિષેકે મુંબઈના આ વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ પૂરા 10 ફ્લેટ ખરીદ્યા

Timeછેલ્લું અપડેટ : 25 Oct 2024
લાઇવ ટીવીGoogle News
અમિતાભ બચ્ચન અને અભિષેકે મુંબઈના આ વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ પૂરા 10 ફ્લેટ ખરીદ્યા

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન છેલ્લા કેટલાય સમયથી પ્રોપર્ટીની ખરીદી કરી રહ્યા છે. બંને બાપ દીકરાએ મુલુંડ વિસ્તારની એક બિલ્ડિંગમાં આશરે પચ્ચીસેક કરોડના 10  ફલેટ લીધા છે. અભિષેકે છ અને અમિતાભે ચાર ફલેટ લીધા છે 

App Store

આમાંથી આઠ ફલેટ  1049 ચોરસ ફૂટના છે. જ્યારે  બે ફલેટ  912  ચોરસ ફૂટના છે.  દરેક ફલેટ દીઠ તેમને બે કાર  પાર્કિંગ મળશે.

અમિતાભ અને અભિષેકે થોડા સમય પહેલાં મુંબઈના બોરિવલી વિસ્તારમાં પણ ફલેટ્સ ખરીદ્યા હતા. આ ઉપરાંત અંધેરીમાં પણ કમર્શિઅલ અને રેસિડેન્શિલ પ્રોપર્ટીમાં તેમણે રોકાણ કર્યું હતું. બંને બાપ દીકરાએ 2024 નાં  વર્ષમાં અત્યાર સુધીમાં પ્રોપર્ટીમાં 100 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે.  જોકે, તેમાંથી અમિતાભે કેટલાય સોદા તો માત્ર જે તે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના બ્રાન્ડિંગ ખાતર જ કર્યા હોવાનું કહેવાય છે.  આમાનાં મોટાભાગના ફલેટ્સ તથા ઓફિસ તેઓ ભાડે આપી દે છે. અમિતાભ જુહુ વિસ્તારમાં જ પાંચેક બંગલા ધરાવે છે. 

જેમાંથી એક બંગલામાં તે પરિવાર સાથે રહે છે અને અન્ય બંગલામાં પોતાની ઓફિસ ચલાવે છે.  પ્રતીક્ષા બંગલો હવે માત્ર પારિવારિક ફંકશન્સ કે નિરાંતની પળો માણવા માટે જ વપરાય છે. અન્ય બંગલાની બહુ મોટી જગ્યા તેણે બેન્કને ભાડે આપી દીધી છે.