અમેરિકન મોડલ મર્લિન મુનરોનું ઘર ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારકમાં સામેલ, અહીં જ લીધા હતા અંતિમ શ્વાસ
અમેરિકન અભિનેત્રી અને મોડલ મર્લિન મુનરોના લોસ એન્જલસના ઘરને બુધવારે લોસ એન્

અમેરિકન અભિનેત્રી અને મોડલ મર્લિન મુનરોના લોસ એન્જલસના ઘરને બુધવારે લોસ એન્જલસ સિટી કાઉન્સિલ દ્વારા ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક નામાંકનમાં મંજૂરી આપવામાં આવી હતી. આ હોદ્દો આપવાનો હેતુ આ ઐતિહાસિક સ્થળને વિનાશથી બચાવવામાં મદદ કરવાનો છે. મુનરોએ જ્યાં અંતિમ શ્વાસ લીધા તે ઘર ગયા વર્ષે બ્રિના મિલ્સ્ટીન અને તેના પતિ, રિયાલિટી ટીવી નિર્માતા રોય બેંક્સે ખરીદ્યું હતું, જેને તેઓ તોડી પાડવા માગતા હતા, પરંતુ હવે તેને ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક નામ આપવામાં આવ્યું છે.
x પર આપેલ માહિતી
એલ. એ. ધ કન્ઝર્વન્સીએ X પર શેર કરીને લખ્યું, 'બ્રેન્ટવુડમાં મર્લિન મુનરોનું ઘર હવે એક ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે! આજે, L.A. સિટી કાઉન્સિલે સર્વાનુમતે મર્લિન મુનરોના છેલ્લા ઘર માટે નોમિનેશનને મંજૂરી આપી હતી. તેમનો ટેકો દર્શાવનાર દરેકનો આભાર અને કાઉન્સિલ વુમન ટ્રેસી પાર્ક અને ટીમનો ખૂબ ખૂબ આભાર!’
https://twitter.com/LAConservancy/status/1806053392604680511
આ ઘરમાં લીધા હતા અંતિમ શ્વાસ
અમેરિકન અભિનેત્રી અને બોલ્ડ મોડલ મર્લિન મુનરો 1929માં લગભગ 6 મહિના સુધી ચાર બેડરૂમના ઘરમાં રહેતી હતી. વર્ષ 1962માં આ ઘરમાં તેમનું અવસાન થયું હતું. એલ.એ. કન્ઝર્વન્સીએ ઐતિહાસિક સ્થાન માટેના તેના પ્રસ્તાવમાં લખ્યું છે કે, 1962માં સક્રિય રીતે કામ કરતી વખતે તેણે પોતાના માટે આ ઘર ખરીદ્યું હતું. આ ઘર પાછળથી બ્રિના મિલ્સ્ટીન અને તેના પતિ, રિયાલિટી ટીવી નિર્માતા રોય બેંક્સે ગયા વર્ષે રૂ. 69 કરોડ 72 લાખમાં ખરીદ્યું હતું, ત્યારબાદ તેને તોડી પાડવાની યોજના બનાવી હતી. તેમણે ઐતિહાસિક નામ બદલવાને રોકવા માટે એક વર્ષ સુધી લડત ચલાવી, જેમાં તેમણે કહ્યું કે, વધુ ઉપદ્રવી લોકોને આવશે. તેમજ તેઓએ એવી પણ દલીલ કરી હતી કે, ઘર નોંધપાત્ર રીતે બદલાઈ ગયું છે, તેથી તે ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારકના માપદંડને પૂર્ણ કરતું નથી.
તરફેણમાં પડ્યા 12 મત
મર્લિન મુનરોના ઘરને ઐતિહાસિક મહત્ત્વની મિલકતોમાં ઉમેરવાની તરફેણમાં કાઉન્સિલના કુલ 12 મત પડ્યા હતા. આ નિર્ણયને સિટી કાઉન્સિલની લેન્ડ યુઝ મેનેજમેન્ટ સબકમિટી અને કલ્ચરલ હેરિટેજ કમિશન દ્વારા ટેકો મળ્યો હતો. જોકે, આ હોદ્દો મિલકતને તોડી પાડવાથી સંપૂર્ણપણે અટકાવતું નથી, જો તોડી પાડવાની દરખાસ્ત કરવામાં આવે તો સ્થિતિ તેને સખત સમીક્ષા પ્રક્રિયાને આધિન કરે છે. જ્યારે, એલ.એ. સિટી કાઉન્સિલના સભ્ય ટ્રેસી પાર્કે મતદાન પહેલાં જણાવ્યું હતું કે, "આજે અમારી પાસે કંઈક કરવાની તક છે જે 60 વર્ષ પહેલાં થઈ જવું જોઈતું હતું." લોસ એન્જલસ શહેરમાં મર્લિન મુનરો અને તેના બ્રેન્ટવૂડના ઘર જેટલું પ્રતિષ્ઠિત બીજું કોઈ વ્યક્તિ કે સ્થળ નથી.’






