'દાંડિયા નાઈટ'માં રાધિકા મર્ચન્ટ બની ગુજરાતની ગોરી, ચણિયાચોળીમાં તસવીર થઈ વાયરલ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેમની પ્રી-વેડિંગ સેલિબ્રેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં અંબાણીએ એન્ટિલિયામાં પરંપરાગત ગુજરાતી 'મામેરુ સમારોહ'નું આયોજન કર્યું હતું. આ પછી, બીજા દિવસે એટલે કે ગઈકાલે રાત્રે, 4 જુલાઈએ ભવ્ય ગરબા પાર્ટી યોજાઈ. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન અને ક્રૂઝ પાર્ટી પહેલાથી જ સમાચારોમાં રહી છે. હવે અનંત અંબાણીના દાદી કોકિલાબેન અંબાણીએ કપલ માટે ભવ્ય દાંડિયા નાઈટનું આયોજન કર્યું હતું. આ દાંડિયા નાઈટમાં અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટની સુંદરતા અને તેના જાંબલી લહેંગાએ બધાનું ધ્યાન તની તરફ આકર્ષિત કર્યું છે.
આ દાંડિયા નાઇટ માટે, બધાએ વાઇબ્રન્ટ કલર્સ અને સુંદર પ્રિન્ટ પસંદ કરી. જોકે, જ્યારે અંબાણી પરિવારની વાત આવે છે, ત્યારે કંઈપણ સામાન્ય કેવી રીતે હોઈ શકે? તો રાધિકા મર્ચન્ટે દાંડિયા નાઈટ માટે પસંદ કરેલા ચણિયાચોળી પણ ખાસ હતા. ડાર્ક પર્પલ કલરના ચણિયાચોળીમાં રાધિકા મર્ચન્ટનો લુક વધુ ચમકતો હતો, પરંતુ આ ચણિયાચોળીની ખાસિયત તેની પ્રિન્ટ હતી.
રાધિકા મર્ચન્ટના 'શ્રીનાથજી' પ્રિન્ટેડ બાંધણી લહેંગાએ ખેંચ્યું બધાનું ધ્યાન
રાધિકા મર્ચન્ટ આ જાંબલી ચણિયાચોળીમાં સુંદર સિલ્વર અને ગોલ્ડન એમ્બ્રોઇડરી હતી. આ સાથે આ બાંધણી લહેંગામાં 'શ્રીનાથજી' એટલે કે ભગવાન કૃષ્ણની આકૃતિઓ કોતરવામાં આવી હતી, જે આ ચણિયાચોળીની લાઇમલાઇટ હતી. રાધિકા મર્ચન્ટના આ ચણિયાચોળી સૌથી અનોખા અને ખૂબ જ સુંદર હતા. રાધિકાએ તેના વાળ એક બનમાં બાંધ્યા હતા, જેને તેણે સુંદર માળાથી શણગાર્યા હતા. રાધિકા હીરાના ઘરેણાંમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ગાયક પાર્થિવ ગોહિલે મહેમાનોના દિલ જીતી લીધા
આ દાંડિયા નાઈટમાં ગાયક પાર્થિવ ગોહિલે ગરબા અને દાંડિયા નાઈટમાં પોતાના ગાયનથી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગોહિલ લગભગ એક દાયકાથી મુકેશ અંબાણીના મુંબઈના વૈભવી નિવાસસ્થાન એન્ટિલિયામાં ગણપતિની ઉજવણીનું આયોજન કરે છે. આ ઘટનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લેશે સાત ફેરા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12મી જુલાઈએ મુંબઈમાં સાત ફેરા લેશે. આ પછી 13મી જુલાઈએ 'શુભ આશીર્વાદ' સમારોહ યોજાશે. 14મી જુલાઈના રોજ ભવ્ય રિસેપ્શન યોજાશે.








