મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / ઢોલ-નગાડા અને ફૂલોના વરસાદ સાથે અંબાણી પરિવારે એન્ટિલિયામાં કર્યું નાની વહુનું સ્વાગત

એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી

VIDEO / ઢોલ-નગાડા અને ફૂલોના વરસાદ સાથે અંબાણી પરિવારે એન્ટિલિયામાં કર્યું નાની વહુનું સ્વાગત

એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન આ વર્ષની સૌથી ચર્ચિત ઘટના છે. ગઈકાલે, મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં વરમાળા, સાત ફેરે અને સિંદૂરદાનની વિધિઓ કર્યા પછી દંપતીએ લગ્ન કર્યાં. બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી, ઉદ્યોગ અને રાજકારણના દિગ્ગજોએ આ લગ્નના ગ્લેમરમાં ઉમેરો કર્યો હતો. જ્યારે અનંત અને રાધિકા લગ્ન પછી એન્ટિલિયામાં પહોંચ્યા, ત્યારે કપલનું ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અનંત-રાધિકાનું એન્ટિલિયામાં ફૂલોથી સ્વાગત

લગ્ન પછી, ન્યૂલી વેડ કપલ અનંત અને રાધિકા પ્રથમ વખત એન્ટિલિયા પહોંચ્યા અને અહીં અંબાણી પરિવારે તેમની નવી પરણેલી પુત્રવધૂની ભવ્ય એન્ટ્રીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અનંત-રાધિકા પર ગુલાબના ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

બહેન અને ભાભીએ તિલક લગાવીને કર્યું સ્વાગત 

મોટા ભાઈ આકાશ અને ભાભી શ્લોકાએ તિલક લગાવીને નવવિવાહિત યુગલનું સ્વાગત કર્યું હતું. વીડિયોમાં નવી વહુ રાધિકા અને અનંત ભાઈ-ભાભીના આશીર્વાદ લેતા પણ જોવા મળે છે. બહેન ઈશાએ પણ તિલક લગાવીને ભાઈ-ભાભીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન નવી વહુ રાધિકા ખુબ ખુશ જોવા મળી હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજે અનંત-રાધિકાનો આશીર્વાદ સમારોહ 

અનંત અને રાધિકાના લગ્ન બાદ આજે એટલે કે 13મી જુલાઈના રોજ નવદંપતીનો આશીર્વાદ સમારોહ યોજાઈ રહ્યો છે. આ સમારોહમાં ઘણી મોટી હસ્તીઓ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે. 

આવતીકાલે લગ્નનું રિસેપ્શન 

આશીર્વાદ સમારોહ પછી, કપલના લગ્નનું રિસેપ્શન 14 જુલાઈના રોજ યોજાશે. આ પછી 15 જુલાઈએ પણ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપવામાં આવી શકે છે. હાલમાં આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાહરૂખ હોય કે સલમાન, દરેક જણ વરરાજા સાથે જોરશોરથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 

આ સમાચાર શેર કરો