મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

CONFIRMED: Singhamમાં સલમાન ખાનની પણ એન્ટ્રી, દિવાળી પહેલા ફેન્સને મળી સરપ્રાઇઝ

Also Salman Khan's entry in Singham Again | અજય દેવગણની ફિલ્મ 'સિંઘમ 3'માં સલમાન ખાનનો કેમિયો હશે. સલમાન ખાન 'દબંગ'ના રોલ ચુલબુલ પાંડેના રૂપમાં એન્ટ્રી લેશે.

CONFIRMED: Singhamમાં સલમાન ખાનની પણ એન્ટ્રી, દિવાળી પહેલા ફેન્સને મળી સરપ્રાઇઝ

અજય દેવગણની ફિલ્મ 'સિંઘમ 3'માં સલમાન ખાનનો કેમિયો હશે. સલમાન ખાન 'દબંગ'ના રોલ ચુલબુલ પાંડેના રૂપમાં એન્ટ્રી લેશે. સિંઘમ 3નું ટ્રેલર 7 ઓક્ટોબરે રિલીઝ થવાનું છે જ્યારે ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે.

રોહિત શેટ્ટી કોપ યુનિવર્સ ફિલ્મમાં અજય દેવગણ મેન રોલમાં છે. આ ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપુર, રણવીર સિંહ, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપુર અને જેકી શ્રોફ પણ જોવા મળશે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો કરતો જોવા મળશે.

સલમાન ખાનની સિંઘમમાં એન્ટ્રી

રિપોર્ટ અનુસાર, સલમાન ખાન રોહિત શેટ્ટી અને અજય દેવગણની ફિલ્મમાં 10 દિવસમાં શૂટીંગ કરશે. સલમાન ખાને આ ફિલ્મ માટે સંમત્તિ આપી છે.સલમાન ખાને સિકવન્સના શૂટિંગ માટે પોતાનો એક દિવસ ફાળવ્યો છે. રોહિત શેટ્ટીએ તેના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સિંઘમ અગેઇનમાં ચુલબુલ પાંડેની એક નાની ઝલક જોવા મળશે. રોહિત શેટ્ટી તાજેતરમાં ત્રણ દિવસ પહેલા સિકન્દરના સેટ પર સલમાન ખાનને મળ્યો હતો અને પોતાના આયોજન વિશે વાત કરી હતી. 

આ સમાચાર શેર કરો