પોલીસ કસ્ટડીમાં અલ્લુ અર્જુનનું પહેલું નિવેદન,કહ્યું-'પોલીસે બેડરૂમમાંથી...'
'પુષ્પા 2'નો સ્ટાર અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં પોલીસે તેની

'પુષ્પા 2'નો સ્ટાર અલ્લુ અર્જુનની 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી નાસભાગના સંબંધમાં પોલીસે તેની ધરપકડ કરી છે. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની વહેલી સવારે જ ધરપકડ કરી હતી. પોલીસે તેને સવારનો નાસ્તો પણ કરવા દીધો ન હતો. સીધા બેડરૂમમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ચા પણ પીવા દીધી ન હતી. બાદમાં તેણે ઉભા ઉભા પોલીસ સામે જ ઝડપથી ચા પીને તાત્કાલિક પોલીસ વાનમાં બેસી ગયો હતો. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જે રીતે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી તેના પર અભિનેતાએ વાંધો વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ VIDEO: અલ્લુ અર્જુનની ધરપકડ થતા રડવા લાગી પત્ની સ્નેહા, એક્ટરે કિસ કરીને આપી સાંત્વના
સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેતાએ દાવો કર્યો છે કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. અભિનેતાનું એમ પણ કહેવું છે કે, પોલીસે તેને સીધો તેના બેડરૂમમાંથી ઝડપી લીધો હતો. તેને કપડાં બદલવાની તક પણ આપવામાં આવી ન હતી. જોકે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેતા લિફ્ટમાં જતો જોવા મળી રહ્યો છે. જ્યારે પહેલા અલ્લુએ સાદી ટી-શર્ટ પહેરી હતી. બાદમાં તે હૂડી પહેરીને બહાર આવ્યો હતો. જેના પર લખ્યું હતું - ફ્લાવર નહીં ફાયર હું.
અલ્લુ અર્જુનને ગાંધી હોસ્પિટલ લઈ જવાયો
અલ્લુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે પોલીસ ગાંધી હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હૈદરાબાદ નાસભાગમાં એક પ્રત્યક્ષદર્શીની સાક્ષીમાં નિવેદન નોંધ્યું હતું. સેન્ટ્રલ ઝોન ડીસીપીએ તેમનું નિવેદન નોંધ્યું છે.
પોલીસે સંધ્યા થિયેટર મેનેજમેન્ટ, અભિનેતા અને તેની સુરક્ષા ટીમ સામે કેસ નોંધ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, ફિલ્મની ટીમ પ્રીમિયર માટે આવશે તેવી પોલીસને અગાઉથી કોઈ માહિતી નહોતી. આ ઘટનાના અનુસંધાને અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની એક ટીમ દ્વારા કસ્ટડીમાં લઈને કેસ નોંધવામાં આવ્યો હતો.
અલ્લુની ધરપકડ જોઈને પત્ની રડવા લાગી
હવે અલ્લુ અર્જુનની ધરપકડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની પત્ની સ્નેહા રેડ્ડી તેની ધરપકડ પર રડતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે શુક્રવારે હૈદરાબાદ પોલીસ કમિશનરની ટાસ્ક ફોર્સ અને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અર્જુનના ઘરે પહોંચ્યા હતા. એ સમયનો વીડિયો સામે આવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પોલીસ ફોર્સ અભિનેતાના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની પણ તેની સાથે હાજર હતી. અલ્લુ પાર્કિંગ એરિયામાં ચા પીતા પીતા પોલીસ સાથે વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન અલ્લુની પત્ની ભાવુક થતી જોવા મળે છે.
પત્નીને ચુંબન કરીને પ્રેમ દર્શાવ્યો
પોતાની પત્નીને પરેશાન જોઈને અલ્લુ તેને સાંત્વના આપતો જોવા મળે છે. વીડિયોમાં તે તેની પત્ની સાથે વાત કરે છે અને તેના ગાલ પર ચુંબન કરીને સમજાવતો જોવા મળે છે. એવું લાગે છે કે, આ દરમિયાન તે તેની પત્નીને એવું કહી રહ્યો હશે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. અલ્લુની વાત સાંભળીને તેની પત્ની સ્નેહા હસવા લાગે છે. આ પછી અભિનેતા પોલીસ સાથે કારમાં જતો રહે છે. હાલમાં અલ્લુની ધરપકડના સમાચારે તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.








