મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મહિલાનું મોત થયું છતાં અલ્લુ અર્જુન થિયેટરમાંથી નીકળવા તૈયાર નહતો, પોલીસે બળજબરીથી કાઢ્યો હતો બહાર 

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસની પૂર્વ મંજૂરી વિના તે પુ

મહિલાનું મોત થયું છતાં અલ્લુ અર્જુન થિયેટરમાંથી નીકળવા તૈયાર નહતો, પોલીસે બળજબરીથી કાઢ્યો હતો બહાર 

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસની પૂર્વ મંજૂરી વિના તે પુષ્પા-૨ના સ્ક્રીનિંગ માટે થિયેટરમાં ગયા હતા. મહિલાના મોત બાદ પણ અલ્લુ અર્જુન થિયેટરની બહાર નીકળવા તૈયાર નહતા. પોલીસે તેમને જબરજસ્તી બહાર કાઢ્યા હતા. 

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી દ્વારા વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવતા તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ જવાબ આપ્યો હતો. તેમણે વાયરલ વિડીયોનો હવાલો આપીને કહ્યું કે, અલ્લુ અર્જુને ભારે ભીડ વચ્ચે પણ રોડ શો નીકાળ્યો હતો અને ભીડને જોઈને હાથ હલાવતો હતો. 

આ પણ વાંચો: હું અને શાહરૂખ પતિ પત્ની જેવા, મહાત્મા ગાંધીને બતાવ્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિઃ જાણિતા સિંગરનો બફાટ

રેડ્ડીએ કહ્યું કે, બે ડિસેમ્બરના રોજ થિયેટરે પોલીસને પત્ર લખીને સુરક્ષાની માંગ કરી હતી. પરંતુ, પોલીસે ભીડના મેનેજમેન્ટને ધ્યાને રાખીને અરજીને ફગાવી હતી. અલ્લુની ધરપકડ બાદ તેમને મળવા તેમના ઘર તરફ કૂચ કરી ગયેલા ફિલ્મ સ્ટાર્સની તેમણે ટીકા કરીને કહ્યું કે, ઘટનામાં ઘાયલ થયેલા છોકરાને મળવા તેમની પાસે સમય નહતો. 

બીજી તરફ, અલ્લુ અર્જુને સાંજે  પ્રેસ કોન્ફરન્સ કરીને નામ લીધા વિના તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને અકબરુદ્દીન ઔવેસીની ટીકાનો જવાબ આપ્યો હતો. અલ્લુએ કહ્યું કે, તેઓ ઘટનામાં ઘાયલ છોકરાના ખબરઅંતર હોસ્પિટલ પાસેથી મેળવી રહ્યાં છે. આ સાથે જ પોતાની વિરૂદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો