VIDEO: અફેરનો આક્ષેપ અને અચાનક ડિવોર્સ પાછા ખેંચ્યા! જાણો સુપરસ્ટાર વિજય-સંગીતાની લવ સ્ટોરી
સાઉથના સુપરસ્ટાર એક્ટર અને તમિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજય તેમની પત્ની સંગીતા સોર્નલિંગમ દ્વારા છૂટાછેડાની અરજી દાખલ કરવા અને ત્યારબાદ અચાનક તેને પાછી ખેંચી લેવાના કારણે ચર્ચામાં છે. બંનેના લગ્નને લગભગ 27 વર્ષ થઈ ચૂક્યા છે. ઘણા લોકો હવે અહેવાલોમાં નામ આવ્યા બાદ સંગીતાને ઓળખવા લાગ્યા છે, પરંતુ વાસ્તવમાં વિજય સાથે તેમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ? લગ્ન કેવી રીતે થયા અને પછી છૂટાછેડાની અરજી કરવા પાછળનું કારણ શું હતું? અહીં જાણો થલપતિ વિજય અને સંગીતાની પૂરી કહાની.
કોણ છે સંગીતા? વિજય સાથે પ્રથમ મુલાકાત
સંગીતા સોર્નલિંગમ શ્રીલંકાના એક તમિલ ઉદ્યોગપતિની પુત્રી છે, જેઓ બ્રિટનમાં રહેતા હતા. તેઓ થલપતિ વિજયના બહુ મોટા ફેન હતા. જ્યારે વિજયની ફિલ્મ 'પૂવે ઉનાક્કાગા' (1996) સુપરહિત થઈ, ત્યારે તેનાથી પ્રભાવિત થઈને તેઓ સુપરસ્ટારને મળવા ભારત આવ્યા હતા. વિજયની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન સંગીતા સેટ પર પહોંચ્યા હતાં અને ચેન્નઈમાં તેમને વ્યક્તિગત રીતે મળીને અભિનંદન પાઠવ્યા હતાં. વિજયે પણ સંગીતાની સાદગી અને સાઉથ ફિલ્મો પ્રત્યેનો તેમનો પ્રેમ જોઈને તેમને પોતાના ઘરે આવીને પરિવારને મળવાનો આગ્રહ કર્યો હતોં.
વિજયના માતા-પિતાને ખૂબ ગમી ગયા
એવું કહેવાય છે કે થલપતિ વિજયના માતા-પિતા (ડાયરેક્ટર એસ.એ. ચંદ્રશેખર અને સિંગર શોભા ચંદ્રશેખર)ને સંગીતા ખૂબ જ પસંદ આવ્યા હતાં. પાછળથી તેમણે લંડનમાં સંગીતાના પરિવારનો સંપર્ક કરીને ઔપચારિક રીતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. વિજય અને સંગીતાએ પહેલા વર્ષ 1998માં લંડનમાં પોતાના લગ્ન રજિસ્ટર કરાવ્યા અને પછી વર્ષ 1999માં ચેન્નઈના રાજા મુથૈયા હોલમાં પરંપરાગત હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતાં. આ પછી બંનેએ પોતાના પરિવાર, સગા-સંબંધિઓ અને મિત્રો સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો માટે રિસેપ્શન યોજ્યું હતું.
છૂટાછેડાની અરજી અને શું લાગ્યા આરોપ?
આ લગ્ને બે અલગ-અલગ ધર્મના લોકોને એક કર્યા હતા, કારણ કે વિજય ખ્રિસ્તી અને સંગીતા હિન્દુ હતા. વિજય અને સંગીતાના બે બાળકો છે અને બંનેએ પોતાના પિતા વિજયની ફિલ્મોમાં નાના-મોટા રોલ પણ કર્યા છે. વિજય અને સંગીતાના બાળકોના નામ જેસન સંજય અને દિવ્યા સાશા છે. ફેબ્રુઆરી 2026માં સંગીતાએ વિજય સાથેના પોતાના 27 વર્ષના લગ્નજીવનનો અંત લાવવા માટે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સંગીતાએ વિજય પર કેટલાક એવા આરોપો લગાવ્યા હતા જેનાથી તેમના ફેન્સ ખૂબ નારાજ જોવા મળ્યા હતા.
નાટકીય રીતે અરજી પાછી ખેંચી લીધી
સંગીતાએ પોતાની ડિવોર્સ પિટિશનમાં વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેતર સંબંધો) રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ અંગે તેમને એપ્રિલ 2021માં ખબર પડી હતી. અહેવાલો મુજબ, લીગલ એક્શન અને છૂટાછેડાની કાર્યવાહી શરૂ થવાના ઘણા સમય પહેલાથી જ વિજય અને સંગીતા અલગ રહેતા હતા. કહાનીમાં નાટકીય મોડ 7 ઓગસ્ટ 2026ના રોજ આવ્યો જ્યારે સંગીતાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઈને પોતાની ડિવોર્સ પિટિશન પાછી ખેંચી લીધી. લગભગ 15 મિનિટની પૂછપરછ બાદ કોર્ટે આ કેસ બંધ કરી દીધો હતો.

