અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે આલિયા-રણબીરથી લઈને સલમાન-ધોની સહિતના સ્ટાર્સ પહોંચ્યા ઈટલી
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના ભવ્ય લગ્ન જુલાઈમાં થશે. જોકે, તેમનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન માર્ચથી શરૂ થઈ ગયું છે. માર્ચની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસના ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પછી હવે અનંત-રાધિકા ઈટલીમાં ક્રૂઝ પર તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરી રહ્યા છે. અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટી માટે બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ ઈટલી જવા રવાના થઈ ગયા છે.
અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ માટે આલિયા-રણબીર રવાના
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર તેમની દીકરી રાહા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આલિયા અને રણબીર ઘણીવાર અંબાણીના ફંક્શનમાં હાજરી આપે છે અને આ વખતે પણ તેઓ અનંત અને રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં તેમની દીકરી સાથે હાજરી આપશે. તેની સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના દિગ્દર્શક અને તેમના બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા. આ બધા ઈટલી જતા પહેલા મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તસવીરોમાં રણબીર નવા હેરકટમાં જોવા મળ્યો હતો. તેણે સ્વેટશર્ટ સાથે મેચિંગ ગ્રે જોગર્સ પેર કર્યું હતું. તો આલિયા પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે પોતાના વાળ બાંધ્યા હતા. તે રાહા સાથે તેની લક્ઝરી કારમાંથી બહાર નીકળતી જોવા મળી. પછી રણબીર તેની લાડલીને ખોળામાં પકડીને જોવા મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન 28થી 30 મે વચ્ચે યોજાશે. આ કાર્યક્રમમાં સલમાન ખાન પણ હાજરી આપશે. સલમાન ખાન એરપોર્ટ પર પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાઈજાન સફેદ શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.
રણવીર સિંહ પણ અનંત-રાધિકાના ફંક્શન માટે થયો રવાના
રણવીર સિંહ, જે ટૂંક સમયમાં પિતા બનવાનો છે, તે પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ હાજરી આપવા ઈટલી જવા રવાના થયો. રણવીર સિંહ બ્લેક લોંગ જેકેટ અને બ્લેક ટ્રાઉઝરમાં સફેદ ટી-શર્ટ સાથે જોવા મળ્યો હતો.
એમએસ ધોની પણ તેના પરિવાર સાથે રવાના થયો
ક્રિકેટર એમએસ ધોની પણ તેની દીકરી ઝીવા અને પત્ની સાક્ષી ધોની સાથે ઈટલી જવા નીકળી ગયો છે. ધોની તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન ધોનીએ પેપ્સને હાથ હલાવીને ગ્રીટ પણ કર્યું હતું.
અત્યારે દરેક લોકો અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શન માટે ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સિંગર રિહાન્ના સિવાય દિલજીત દોસાંઝ, સલમાન, શાહરૂખ અને આમિર ખાન સહિત ઘણા સ્ટાર્સે ધૂમ મચાવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, શકીરા અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં પર્ફોર્મ કરી શકે છે. આ સિવાય ફરી એકવાર અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ પર્ફોર્મ કરતા જોવા મળવાના છે.








