મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આલિયા ભટ્ટની ફિલ્મ 'જિગરા'નું નવું પોસ્ટર થયું રિલીઝ, એક્શન ફિલ્મોની ક્વીન બનશે એક્ટ્રેસ

આલિયા ભટ્ટની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ 'જિગરા'ની રિલીઝ ડેટ નજીક છે. વેદાંગ રૈના પણ આ

આલિયા ભટ્ટની ફિલ્મ 'જિગરા'નું નવું પોસ્ટર થયું રિલીઝ, એક્શન ફિલ્મોની ક્વીન બનશે એક્ટ્રેસ

આલિયા ભટ્ટની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ 'જિગરા'ની રિલીઝ ડેટ નજીક છે. વેદાંગ રૈના પણ આલિયા ભટ્ટ સાથે આ ફિલ્મમાં જોવા મળવાનો છે, જે ‘ધ આર્ચીઝ’ પછી તેની બીજી ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ જોરદાર એક્શન કરતી જોવા મળશે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે ફિલ્મ 'જિગરા'નું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં વેદાંગ રૈનાનો ઈન્ટેન્સ લુક વાયરલ થઈ રહ્યો છે, આલિયાએ કેપ્શનમાં લખ્યું, 'તુ ચિંતા મત કરમેરી પ્રોટેક્શન મેં હૈ.' આલિયા ફિલ્મમાં વેદાંગની બહેનની ભૂમિકામાં જોવા મળશે. હવે ફિલ્મના આ નવા પોસ્ટર પર એક નજર કરીએ.

'જિગરા'નું નવું પોસ્ટર રિલીઝ

આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તે કાંટાળા તારની સામે બેકપેક લઈને ઉભી જોવા મળે છે. આ પોસ્ટરમાં વેદાંગ રૈનાનો લુક પહેલીવાર જોવા મળી રહ્યો છે. પોસ્ટનું કેપ્શન જોઈને ફેન્સ વધુ ઉત્સાહિત થઈ ગયા છે. વાસન બાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 11 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.

એક્શન ફિલ્મોની ક્વીન બનશે આલિયા ભટ્ટ

આ ફિલ્મ પહેલા આલિયાએ હોલિવૂડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'માં એક્શન કર્યું હતું. 'જિગરા' પછી, તે YRF સ્પાય યુનિવર્સ ફિલ્મ 'આલ્ફા'માં શરવરી વાઘ સાથે એક્શન અને અદ્ભુત સ્ટંટ કરતી જોવા મળશે. ફેન્સ પણ આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે. આલિયાની મૂવી પસંદગીઓને જોતા સ્પષ્ટ થાય છે કે તે એક અભિનેતા તરીકે પોતાને નવા પડકારો આપી રહી છે.

આ સમાચાર શેર કરો