મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ફરી વિવાદોમાં ઘેરાઈ આલિયા ભટ્ટની 'જિગરા', મેરી કોમ એક્ટરે નિર્માતાઓ પર લગાવ્યો ગંભીર આરોપ

આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જિગરા' વિવાદોમાં ઘેર

ફરી વિવાદોમાં ઘેરાઈ આલિયા ભટ્ટની 'જિગરા', મેરી કોમ એક્ટરે નિર્માતાઓ પર લગાવ્યો ગંભીર આરોપ

આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જિગરા' વિવાદોમાં ઘેરાયેલી છે. રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. પહેલા અભિનેત્રી દિવ્યા ખોસલા કુમારે આલિયા ભટ્ટ પર બોક્સ ઓફિસના આંકડા સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે એક એક્ટરે 'જિગરા'ના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

અભિનેતાએ શું આરોપ લગાવ્યો?

'મેરી કોમ', 'શિવાય', 'રોકેટરી' અને અન્ય ફિલ્મોનો હિસ્સો રહી ચૂકેલા મણિપુરના અભિનેતા બિજોઉ થંગજામે નિર્માતાઓ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે 'જિગરા'માં ભૂમિકા માટે તેને કાસ્ટ કર્યો હતો પરંતુ શૂટિંગ શરૂ થયા પછી ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો ન હતો.

અભિનેતાએ કહ્યું, 'હું આ કોઈ એજન્ડા કે આરોપ સાથે નથી લખી રહ્યો. હું માત્ર એ વાસ્તવિકતા શેર કરવા માંગુ છું કે, મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા પૂર્વોત્તરના મારા જેવા કલાકારો સાથે કેવું વર્તન કરવામાં આવે છે. આશા છે કે, આનાથી અમે શું સામનો કરીએ છીએ તેનો થોડો ખ્યાલ આપશે.

સોશિયલ મીડિયા પર શેર કરી હકીકત

બિજોઉ થંગજામે તેની X પોસ્ટમાં લખ્યું કે, 'વર્ષ 2023માં એક રોલ માટે ઓડિશન આપવા માટે કાસ્ટિંગ ટીમ દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. મેં ચાર મહિનામાં બે વાર મારી ટેપ તેમને મોકલી. નવેમ્બરના અંત સુધીમાં, તેઓએ મને કહ્યું કે, હું ડિસેમ્બરમાં શૂટિંગ કરીશ. તે સિવાય તેઓએ મને ક્યારેય શૂટિંગની નિશ્ચિત તારીખ આપી નથી. તેમ છતાં, તેઓએ મને ડિસેમ્બરના આખા મહિના માટે બુક કર્યો, એવી અપેક્ષા રાખી કે હું તેમના માટે ગમે ત્યારે શૂટ કરવા તૈયાર હોઈશ. તેણે આગળ કહ્યું, "મને આખો મહિનો અંધારામાં રાખવામાં આવ્યો હતો અને કોઈ યોગ્ય અપડેટ આપવામાં આવી ન હતી. મેં છેલ્લો મેસેજ 26 ડિસેમ્બરે કર્યો હતો કે, જવાબની રાહ જોઈ રહ્યો છું અને તે પછી કોઈ જવાબ મળ્યો ન હતો. આ દરમિયાન મેં અન્ય ઘણા સારા પ્રોજેક્ટ ગુમાવ્યા હતા.

અભિનેતાએ વધુમાં કહ્યું, 'હું સમજું છું કે મોટા પ્રોડક્શન હાઉસ કેવી રીતે કામ કરે છે. દિગ્દર્શક નિઃશંકપણે પ્રતિભાશાળી છે, પરંતુ તેણે જે રીતે આ સમગ્ર પરિસ્થિતિને સંભાળી તે અત્યંત અનપ્રોફેશનલ હતી. ઉત્તર-પૂર્વના મારા જેવા કલાકારો માટે આ ખાસ કરીને ભેદભાવપૂર્ણ લાગ્યું. મારો સમય વેડફાઈ ગયો અને મેં અન્ય તકો ગુમાવી કારણ કે, તેઓ મને બોલાવે ત્યારે હું ત્યાં સમયસર પહોંચી શકું.' 

આ સમાચાર શેર કરો