મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'બિગ બોસ 18'ના સેટ પરથી શૂટિંગ કર્યા વિના જ પરત ફર્યો અક્ષય કુમાર, સલમાન ખાન બન્યો કારણ

રવિવારે સલમાન ખાને અક્ષય કુમાર સાથે 'બિગ બોસ 18'ના ફિનાલે સેટ પરથી શૂટિંગ કર્યા વિના બહાર નીક

'બિગ બોસ 18'ના સેટ પરથી શૂટિંગ કર્યા વિના જ પરત ફર્યો અક્ષય કુમાર, સલમાન ખાન બન્યો કારણ

રવિવારે સલમાન ખાને અક્ષય કુમાર સાથે 'બિગ બોસ 18'ના ફિનાલે સેટ પરથી શૂટિંગ કર્યા વિના બહાર નીકળવા અંગે વાત કરી હતી. અક્ષય પોતાની આગામી ફિલ્મ 'સ્કાય ફોર્સ'ના પ્રમોશન માટે વીર પહાડિયા સાથે રિયાલિટી શો 'બિગ બોસ'ના સેટ પર આવ્યો હતો. જોકે, શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ અક્ષય ત્યાંથી ચાલ્યો ગયો. 'બિગ બોસ 18'ના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાન મોડો પહોંચ્યો, જેના કારણે અક્ષય કુમાર શૂટિંગ કર્યા વિના સેટ છોડીને ચાલ્યો ગયો. સલમાન ખાને ખુલાસો કર્યો કે અક્ષય કુમાર તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે સેટ પર આવ્યો હતો. સલમાને કહ્યું કે, 'હું થોડો મોડો પડ્યો હતો અને તેને બીજા ફંક્શન માટે જવાનું હતું, તેથી તે ચાલ્યો ગયો.'

આ પણ વાંચો: સિદ્ધાર્થ શુક્લા સાથે થઈ કરણ વીર મહેરાની સરખામણી, 'બિગ બોસ 18'ના વિજેતાએ કહ્યું- 'મને ખુશી છે કે...'

અહેવાલો અનુસાર, અક્ષયની અન્ય ફિલ્મ, 'જોલી એલએલબી 3'નું ટેસ્ટ સ્ક્રીનિંગ હતું, જેના કારણે તે ત્યાંથી ચાલ્યો ગયો. અક્ષય તેના નિર્ધારિત સમયે, બપોરે 2:15 વાગ્યાની આસપાસ શૂટિંગ માટે સેટ પર પહોંચ્યો, પરંતુ સલમાન ત્યાં સુધી નહતો પહોંચ્યો. અક્ષયે સલમાનના આવવા માટે એક કલાક રાહ જોઈ, પણ તેના શેડ્યૂલમાં 'જોલી એલએલબી 3'નું ટ્રાયલ સ્ક્રીનિંગ હતું. તેથી, એક કલાક રાહ જોયા પછી, અક્ષય શોનું શૂટિંગ કર્યા વિના પાછો ફર્યો. અક્ષયને ઘણી વાર પાછા ફરવા માટે ફોન કરવામાં આવ્યો, પણ તે આવ્યો નહીં.

ક્યારે રિલીઝ થશે 'સ્કાય ફોર્સ'?

તમને જણાવી દઈએ કે 'સ્કાય ફોર્સ' 24 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિવસ પહેલા રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર એક વાયુસેના અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે, જે સાથી સૈનિકોના મૃત્યુ પછી બદલો લેવાના મિશન પર હોય છે. આ હાઈ-સ્ટેક થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન સંદીપ કેવલાણી અને અભિષેક કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે વીર પહાડિયા, સારા અલી ખાન અને નિમરત કૌર પણ છે.

કરણ વીર મહેરાએ જીતી 'બિગ બોસ 18'ની ટ્રોફી

દરમિયાન, સોમવારે કરણ વીર મહેરાએ 'બિગ બોસ 18'ની ટ્રોફી જીતી. સલમાને સ્ટેજ પર આ જાહેરાત કરી. કરણે ફાઈનલમાં ટીવી સ્ટાર વિવિયન ડીસેનાને હરાવ્યો. ફિટનેસ ઇન્ફ્લુએન્સર રજત દલાલ ત્રીજા સ્થાને રહ્યો. ટોપ 6માં અન્ય ફાઈનલિસ્ટ અવિનાશ મિશ્રા, ચુમ દરંગ અને ઈશા સિંહ હતા. 

આ સમાચાર શેર કરો