બોલિવૂડમાં ‘ફ્લોપ’ થયા બાદ ટોલીવૂડ તરફ વળ્યો અક્ષય કુમાર, શરૂ કર્યું પહેલી તેલુગુ ફિલ્મનું શૂટિંગ
બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ઈદના અ

બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ઈદના અવસર પર 11 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. નિર્દેશક અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મે 6 દિવસમાં માત્ર 42 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
દર્શકોને ટાઇગર અને અક્ષયની જોડી ખાસ પસંદ નથી આવી રહી. ખિલાડીની આ ફિલ્મ ભલે ન ચાલી હોય, પરંતુ અક્ષય કુમારે હવે બોલિવૂડ છોડીને ટોલીવૂડમાં પ્રવેશ કર્યો છે. ખિલાડી હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કૌશલ્ય બતાવવા જઈ રહ્યા છે.
ફિલ્મ ‘કનપ્પા’થી ડેબ્યૂ કરશે
અક્ષય કુમારે વર્ષો સુધી બોલિવૂડ સ્ક્રીન પર રાજ કર્યું છે. હવે ખિલાડી કુમાર ટોલીવૂડની દુનિયા પર પણ પ્રભુત્વ જમાવવા તૈયાર છે. અક્ષય કુમાર વિષ્ણુ મંચુની ફિલ્મ ‘કનપ્પા’ દ્વારા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.
ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું
https://twitter.com/kannappamovie/status/1780088625004204326અક્ષય કુમારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Kannappa the movie નામના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વિષ્ણુ મંચુ અને ટીમના અન્ય લોકો અક્ષય કુમારનું સ્વાગત કરતા જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “વિષ્ણુ મંચુની ‘કનપ્પા’માં બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારના જોડાવાથી અમે રોમાંચિત છીએ. અમારું પ્રોડક્શન ભવ્યતા અને ઉત્તેજનાની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચવાનું વચન આપે છે. એક અનફર્ગેટેબલ સિનેમેટિક અનુભવ માટે જોડાયેલા રહો!”
અક્ષયની આવનારી ફિલ્મો
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પહેલા તે ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં જોવા મળ્યો હતો, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે તે ટૂંક સમયમાં ‘સિંઘમ અગેન’, ‘હેરા ફેરી 3’ અને ‘વેલકમ ટુ જંગલ’માં જોવા મળશે.








