અજય દેવગણ, કરીના અને રોહિત શેટ્ટી દિલ્હીમાં 'રાવણ દહન'માં ભાગ લેશે, ‘સિંઘમ અગેઇન’ને લઈને મચી છે ધૂમ
દેશભરમાં નવરાત્રિ-દશેરાનો તહેવાર ઉજવાઈ

દેશભરમાં નવરાત્રિ-દશેરાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ તહેવારોને લઈને લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. સમગ્ર ભારતમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે પરંતુ સૌથી મોટો પંડાલ દિલ્હીમાં આયોજિત કરવામાં આવે છે જ્યાં રામલીલા થાય છે અને રાવણ દહન પણ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે આ અવસર પર બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી પોતાની સિંઘમ ટીમ સાથે દિલ્હીમાં રાવણ દહનમાં પહોંચશે.
હા, બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ, અભિનેત્રી કરીના કપૂર ખાન અને નિર્દેશક રોહિત શેટ્ટી તેમની આગામી ફિલ્મ 'સિંઘમ અગેઇન'ની રિલીઝ પહેલા દિલ્હીના લવ કુશ રામલીલા મેદાનમાં 'રાવણ દહન'માં ભાગ લેશે. લવ કુશ રામલીલાના વડા અર્જુન કુમારે જણાવ્યું હતું કે, અભિનેતા અને દિગ્દર્શક 12 ઓક્ટોબરે લાલ કિલ્લા પર રાવણ દહન કાર્યક્રમમાં હાજરી આપશે.
'સિંઘમ અગેઇન'ની ટીમ દિલ્હીમાં રાવણ દહનમાં લેશે ભાગ
'સિંઘમ અગેઇન'એ રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો પાંચમો ભાગ છે, જેમાં રણવીર સિંહની 2018ની 'સિમ્બા' અને 2021ની અક્ષય કુમાર અભિનીત 'સૂર્યવંશી'નો પણ સમાવેશ થાય છે. 'સિંઘમ અગેઇન' એ 'સિંઘમ' સીરિઝની ત્રીજી ફિલ્મ છે જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે, જેની શરૂઆત 2011ની 'સિંઘમ'થી થઈ હતી. ત્યારબાદ 2014માં અજય દેવગન 'સિંઘમ રિટર્ન્સ' સાથે પરત ફર્યો હતો. તે જ સમયે, હવે તે 'સિંઘમ અગેન' દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
અભિનેતા અને દિગ્દર્શકની આ મુલાકાત રામાયણ ફિલ્મની થીમને અનુરૂપ છે. 'સિંઘમ અગેઇન' પણ રોહિત શેટ્ટીની 'સિંઘમ'ની ત્રીજી સિક્વલ ફિલ્મ છે જેમાં અજય એક નીડર પોલીસની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, દીપિકા પાદુકોણ અને જેકી શ્રોફ પણ છે.
ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તેમાં આખી દુનિયાની પોલીસ ખલનાયક અર્જુન કપૂર સામે લડવા માટે એકજૂથ થઈ રહી છે. આ ફિલ્મ ભારતીય મહાકાવ્ય રામાયણની થીમ પર આધારિત છે. આમાં એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ લક્ષ્મણની ભૂમિકામાં છે, અજય દેવગણ ભગવાન રામની ભૂમિકા ભજવે છે, રણવીર સિંહ ભગવાન હનુમાનની ભૂમિકા ભજવે છે અને બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર જટાયુની ભૂમિકા ભજવે છે. બોક્સ-ઓફિસ પર તેની સીધી ટક્કર કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની 'ભૂલ ભુલૈયા 3' સાથે છે, આ ત્રણેય ફિલ્મો દિવાળી પર રિલીઝ થશે. રોહિત દિવાળી પર 'ઓલ ધ બેસ્ટ', 'ગોલમાલ રિટર્ન્સ', 'ગોલમાલ 3' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ કરી ચૂક્યો છે.








